News of Friday, 16th January 2026
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના જન્મ દિવસે ગીરગંગા પરિવાર દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત

રાજકોટ તા. ૧૬ : લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના જન્મ દિવસ નિમિતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ન્યુ ૧૫૦ ફુટ રીંગરોડ, મોટામવા ખાતે નવા ચેકડેમનું ખાતમુહુર્ત કરી વિશેષરૂપે ઉજવણી કરાઇ હતી.
રમેશભાઇ ટીલાળાના હસ્તે આ ખાતમુહુર્ત કરવામાં આવેલ તે પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા, જમનભાઇ ડેકોરા, પ્રતાપભાઇ પટેલ, રમેશભાઇ ઠકકર, વિરાભાઇ હુંબલ, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ટીલવા, ગોપાલભાઇ બાલધા, કૌશિકભાઇ સરધારા, અમિતભાઇ દેસાઇ, પ્રવિણભાઇ ભુવા, કિશોરભાઇ કાથરોટીયા, સંદીપભાઇ પટેલ, અલ્પેશભાઇ વેકરીયા, શૈલેષભાઇ વેકરીયા, શૈલેષભાઇ શેરસીયા, મિતલભાઇ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:24 PM IST)










