તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 16th January 2026
કુવાડવા નજીક ખેરડી ગામ પાસે મેલડી માતાના મંદિરમાં ચોરી
તસ્કરો મંદિરમાંથી ૮ જેટલા છતર અને એક મુગટ ઉઠાવી ગયાઃ કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા.૧૬: ખેરડી ગામ પાસે આવેલા મેલડી માતાના મંદિરને નિશાન બનાવી તસ્કરો ચાંદીના છતર અને મુગટ સહિતની માલમતા ચોરી જતા કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ખેરડી ગામ પાસે ગુંદા ગામ જવાના રસ્તા ઉપર આવેલા મેલડી માતાના મંદિરે આજે વ્હેલી સવારે એક વ્યકિત સેવા-પુજા કરવા માટે આવતા મંદિરના દરવાજાના નકુચા તુટેલા જોઇ તેણે અંદર જઇ તપાસ કરતા અંદર આશરે ૮ જેટલા ચાંદીના છતર અને મુગટ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ તેણે પોલીસમાં જાણ કરતા જ કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.જે. સોલંકી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથધરી હતી. પોલીસે મંદિરમાં રહેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધાવા તજવીજ હાથધરી છે
(3:50 PM IST)










