<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

નવનાત વણિક સમાજમાં દોઢ લાખ સદસ્‍યોઃ દરેક જીલ્લાઓમાં મંત્રી, પ્રભારી, પ્રમુખની નિમણૂંક કરાશે

 

રાજકોટઃ નવનાત વણિક સમાજ દોઢ લાખ ધરાવતું વણિક સંગઠન બની ગયાનું યાદીમાં જણાવાયું છે.

૭૭૦ દિવસમાં સંગઠન ૭ દેશ-વિદેશમાં ૬ રાજયોમાં ભારત તથા ગુજરાતના ૧૮ જીલ્લા અને ૧૭ તાલુકામાં નિઃશૂલ્‍ક સભ્‍ય નોંધાયેલ હોવાનું ફાઉન્‍ડર પ્રમુખ પ્રશાંતભાઇ બીપીનભાઇ શાહ (ચોટીલા)એ જણાવ્‍યું છે.

આગામી તા.૧૫.૨.૨૦૨૬ વણિક સમાજના પ્રશ્‍ન દીકરી દીકરાના વેવિશાળ, ભાવનગર તા.૨૮.૧૨.૨૦૨૫ આયોજન બાદ દર ૪૫ દિવસે એવા ૬ અલગ અલગ શહેરમાં યુવા મેળા યોજાશે. જેમાં બીજો યુવા મેળો રાજકોટ મુકામે તા.૧૫.૨.૨૬ના રોજ થવા જઇ રહ્યો છે.

NNVS સંગઠન યુવા મેળા તથા મહત્‍વ સંગઠનમાં આગામી માર્ચ ૨૦૨૬ સુધીમાં પાંચ રાજ્‍યોના પ્રદેશ પ્રમુખ મહામંત્રી તથા ગુજરાતના ૪૦ જિલ્‍લામાં પ્રમુખ મહામંત્રી તથા પ્રભારી જનરલ શાખા મહિલા શાખા યુવા શાખા ની જવાબદારી આપવામાં આવશે.

NNVS સંગઠન આગામી મહાનગરપાલિકા નગરપાલિકા ચૂંટણીમાં વણિક સમાજના આશરે ગુજરાત ભરમાં અલગ અલગ તાલુકા જિલ્‍લામાં ૧૨૦ કોર્પોરેટરો બનાવવા રાજકીય પક્ષ પાસે ઉમેદવારી કરવા માંગણી કરવામાં આવશે તેમ યાદીમાં જાણાવાયું છે. સંસ્‍થામાં જોડાવવા મો. ૯૮૯૮૭૫૨૭૬૦ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં નમ્રતાબેન શાહ રાજકોટ રાષ્ટ્રીય ખજાનચી, હિતેન્‍દ્રભાઈ દોશી સુરેન્‍દ્રનગર રાષ્ટ્રીય સલાહકાર, નયનભાઈ રાણપરા રાજકોટ ગુજરાત પ્રદેશ પ્રભારી, એડવોકેટ વિપુલભાઈ શાહ લીમડી પ્રદેશ કાર્યકારી પ્રમુખ, જીજ્ઞેશભાઈ વાગડિયા રાજકોટ ગુજરાત પ્રદેશ મીડિયા ચેરમેન  અમિતભાઈ શાહ સુરેન્‍દ્રનગર ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, પરિમલભાઈ મોદી સુરેન્‍દ્રનગર ગુજરાત પ્રદેશ મહામંત્રી, મંગેશભાઈ દેસાઈ રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી, હેમલભાઈ કોઠારી સુરેન્‍દ્રનગર સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખશ્રી, દિનેશભાઈ મોદી રાજકોટ જિલ્‍લા પ્રભારી , યોગેશભાઈ બાવીસી રાજકોટ રાજકોટ જિલ્‍લા પ્રમુખશ્રી, મયુરભાઈ શાહ રાજકોટ જિલ્‍લા મહામંત્રી , નરેન્‍દ્ર ભાઈ સોરઠીયા રાજકોટ જિલ્‍લા મહામંત્રી, દિપાલીબેન વોરા રાજકોટ રાજકોટ જિલ્‍લા મહિલા રેબારી ,  સ્‍વીટી બેન મહેતા રાજકોટ રાજકોટ જિલ્‍લા મહિલા પ્રમુખ, રમીલાબેન શાહ રાજકોટ જિલ્‍લા મહિલા ઉપાધ્‍યક્ષ, કાર્તિકભાઈ ભાવસાર સુરેન્‍દ્રનગર સુરેન્‍દ્રનગર જિલ્‍લા પ્રમુખ, મનીષભાઈ શાહ સુરેન્‍દ્રનગર સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં મંત્રી, સોનલબેન પટણી સુરેન્‍દ્રનગર સુરેન્‍દ્રનગર જિલ્‍લા મહિલા પ્રમુખ, જીજ્ઞેશ ભાઈ વિપાણી જામનગર જિલ્‍લા પ્રમુખથી, ખુશ્‍બુબેન શેઠ જામનગર જિલ્‍લા મહિલા પ્રમુખ, કેતનભાઈ વાઘાણી ભાવનગર ભાવનગર જિલ્‍લા પ્રમુખ, અર્પિતભાઈ બક્ષી ભાવનગર ભાવનગર આશાબેન ગોસલીયા નજરે પડે છે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:28 PM IST)