<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ખોડીયારનગરમાં શાળા નં.૭૬નું બિલ્‍ડીંગ તૈયાર છતા શોભાના ગાંઠીયા સમાન

આ શાળા તાકિદે શરૂ કરવા કોંગી કોર્પોરેટરની ચીમકી

રાજકોટ, તા.૧૬: શહેરના  વોર્ડ નંબર ૧૫ માં  ખોડીયાર નગર મેઈન રોડ પર આવેલ શાળા નંબર ૭૬ મા ખોડીયાર પ્રાથમિક શાળા ની નવી બિલ્‍ડીંગ ઘણા સમયથી તૈયાર થઈ ગઈ  છે ત્‍યારે  જો ૮ દિવસ માં ં ચાલુ નહીં કરવામાં આવે તો વોર્ડ નંબર ૧૫ ના  કોર્પોરેટર, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ, ભાનુબેન સોરાણી અને  કોંગ્રેસ કાર્યકર્તા અને સ્‍થાનિક રહીશોને સાથે રાખીને આ શાળા ે ચાલુ કરાવવા ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

વધુમાં કોંગી કોર્પોરેટરોએ આક્ષેપો કરતા કહ્યું કે આ વિસ્‍તારના બાળકોને જયાં સુધી આ બિલ્‍ડિંગ નવી બનતી હતી ત્‍યાં સુધી ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ પણ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ નથી અને આ વિસ્‍તારના બાળકોને પોતાના અભ્‍યાસ માટે દૂર શાળા નંબર ૭૬ અને ૨૯ માં જવું પડે છે.

(4:15 PM IST)