તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th January 2026
આર્યનગરમાં મકાનના છત ઉપર વિજકરંટ લાગતા જગદીશભાઇને ઇજા
પ્રોૈઢને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા.૧૬: પેડક રોડ ઉપર આર્યનગરમાં મકાનના છત ઉપર ઉભેલા પ્રોૈઢ વિજ તારને અડી જતા તેને કરંટ લાગતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી વિગતો મુજબ પેડક રોડ, આર્યનગર શેરી નંબર ૧૨નો ખૂણે રહેતા જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડીયા (ઉં.વ. ૫૨) આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાં આસપાસ પોતાના ઘરે ત્રીજા માળે છતનું કામ ચાલુ હતું ત્યારે વીજ કરંટ લાગતા નીચે પડી જતા ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારે જણાવ્યું કે, જગદીશભાઈને પાનની દુકાન છે. તેઓને સંતાનમાં ૨ દીકરા છે. પોતે ૨ ભાઈ અને ૩ બહેન બીજા નંબરના છે. ઘરે છતનું કામ ચાલતું હોય જગદીશભાઈ છત પર ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાં અડી જતા કરંટ લાગ્યો હતો. હાલ જગદીશભાઈ ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે.(
(4:06 PM IST)










