<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

૧૪ લાખના કેબ લવાયરની ચોરી કરનાર ટોળકીને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધી

સિકયુરીટીગાર્ડ સહિત ૮ શખ્‍સોને પોલીસે ઝડપી લીધાઃ અન્‍ય એક ચોરીનો ભેદ ખુલ્‍યો

રાજકોટ, તા.૧૬: ગોંડલના બીલીયાળા ગામે કંપનીમાંથી ૧૪ લાખના કેબલ વાયરની ચોરી કરનાર સિકયુરીટીગાર્ડ સહિતના ૮ શખ્‍સોની ટોળકીને ગોડલતાલુકા પોલીસે ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલ્‍યો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ચોરીના ગુન્‍હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠઇ પોલીસ સ્‍ટાફે બીલીયાળા ગામે કંપનીમાંથી ૧૪.૦૫ લાખના કેબલ વાયરની ચોરી કરનાર ટોળકી (૧) રોહીતભાઇ છગનભાઇ બોરીચા રહે. બીલીયાળા ગામ, (૨) કુમાર કુરજીભાઇ પરમાર રહે. ગોંડલ, આશાપુરા ચોકડી, પ્રમુખનગર, શેરી નં.ર, (૩) વિશાલ ઉર્ફે નાનુ સ/ઓ રમેશભાઇ રવજીભાઇ સાકરીયા રહે, બિલીયાળા ગામ તા.ગોંડલ જી.રાજકોટ. (૪) જીગર સ/ઓ દિલીપભાઇ ભીખાભાઇ રહે, આંબેડકર નગર, ૫૦ વારીયામાં, ગોદાવરી ગેઇટ ની અંદર, શાપર-વેરાવળ  (૫) વિરમદેવસિંહ સ/ઓ કિશોરસિંહ ભીખુભા જાડેજા રહે, આંબેડકર નગર, ૫૦ વારીયામાં, ગોદાવરી ગેઇટ ની અંદર, શાપર-વેરાવળ (૬) સંજય ઉર્ફે લાલો સ/ઓ મહેશભાઇ નથુભાઇ પરમાર રહે, રામદેવનગર, રામાપિર ના મંદિર પાસે સાપર-વેરાવળ (૭) આશીષશાહ ઘનશ્‍યામ શાહ રહે. માઇકો ગેટની બાજુમાં, શાપર  તથા (૮) રમઝાન અલીભાઇ કારવા રહે, સર્વોદય સોસા. ૫૦ વારીયા, પંચમુખી હનુમાન દાદા મંદિર ની બાજુમા શાપર-વેરાવળને ઝડપી લીધા હતા. પકડાયેલ ટોળકીએ જલારામ જીન માંથી ૨૦૦ મણ ઘંઉ કિ. ૯ લાખની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

 પકડાયેલ ટોળકીને કોર્ટમાં રજુ કરતા કોર્ટ બે દિ'ના રિમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યા છે.

આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પીએસઆઇ આર.આર. સોલંકી સહિતના સ્‍ટાફે કરી હતી.

(4:06 PM IST)