<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

શ્યામાપ્રસાદ ગેલેરી ખાતે બોનસાઇ પ્રદર્શનનો પ્રારંભ: ૩૦૦થી વધુ કૃતિઓ પ્રદર્શીત

રાજકોટ:સૌરાષ્ટ્ર બોનસાઇ કલબ દ્વારા છેલ્લા ૩ વર્ષથી બોનસાઇ વૃક્ષ પ્રદર્શન ગોઠવવામાં આવી રહ્ના છે. ત્યારે લોકોને બોનસાઇ વિષે માર્ગદર્શન મળી રહે તે હેતુથી તા. ૧૭ અને ૧૮ શનિ-રવિ બે દિવસીય બોનસાઇ વૃક્ષ પ્રદર્શન અહીંના ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે યોજવામાં આવ્યુ છે. આજે સવારે ૧૦ વાગ્યે બોનસાઇન આર્ટના ગુજરાત શ્રેષ્ઠી પ્રેરણા સ્ત્રોત મહાગુરૂ ઍવા ઝીણાભાઇ પટેલ વલસાડના હસ્તે આ બોનસાઇ પ્રદર્શન ખુલ્લુ મુકાયુ હતુ. આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, પદ્મશ્રી ભજન કલાકાર હેમંતભાઇ ચૌહાણ, નાટય જગતના શ્રી કૌશિકભાઇ સિંધવ, સાહિત્ય ક્ષેત્રના તજજ્ઞ શ્રી આર. પી. જાષી વગેરે ઉપસ્થિત રહ્ના હતા. સવારે ૧૦ થી રાત્રીના ૮ સુધી આ બોનસાઇ પ્રદર્શન નિહાળી શકાશે.  પ્રવેશ નિઃશુલ્ક છે. બોનસાન પ્રેમીઅોઍ લાભ લેવા અને વધુ માહિતી માટે મો.૯૯૭૯૩ ૪૨૯૮૬ ઉપર સંપર્ક કરવા ચેતનભાઇ સિંધવ અને મુઝમીલખાન પઠાણની યાદીમાં જણાવાયુ છે

(3:25 PM IST)