News of Saturday, 17th January 2026
દેપાળીયા ગામમાં દબાણ- સિવિલ હોસ્પિટલ- જર્જરીત સરકારી બિલ્ડીંગો- કોઠારીયા બાયપાસ ફલાય ઓવર અંગે પ્રશ્નો રજૂ
શહેરમાં ૧૭૬ બિલ્ડીંગો જર્જરીત છેઃ સિવિલમાં સુરક્ષાના કડક પગલા જરૂરી : નવી રજીસ્ટ્રાર ઓફીસ, વોર્ડનં.૧૮માં ઝૂપડા-પાર્કિંગના દબાણો-અસામાજીક પ્રવૃતિનાઢ પ્રશ્ન ઉખળ્યા

રાજકોટ તા. ૧૭: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં આ પ્રશ્નોના સત્વરે નિકાલ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
રાજકોટના સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા વતી દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં ટેક્રિકલ વિગતો ચકાસીને તેનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે સાંસદ શ્રી રામભાઈ મોકરિયા દ્વારા સિવિલ હોસ્પિટલને લગતા, શહેરમાં જર્જરીત સરકારી ઇમારતો, કોઠારીયા બાયપાસ ફ્લાયઓવર સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલમાં સુરક્ષા જાળવવા માટે કડક પગલા લેવા, શહેરમાં રહેલી ૧૭૬ જર્જરીત ઇમારતો અંગે તેમજ કોઠારીયા ફ્લાયઓવરનું કામ સમયસર શરૂ થઈ જાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબહેન શાહ દ્વારા સિવિલ હોસ્પિટલના નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને ર્નસિંગ કોલેજ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા વોર્ડ નંબર ૧૮માં ઝૂંપડા તેમજ ર્પાકિંગ સહિતના દબાણો તેમજ અસામાજિક પ્રવળતિનો પ્રશ્ નતથા વોર્ડ નંબર ૧૭માં ખુલ્લા પ્લોટમાં દબાણોનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, આસિ. ક્લેક્ટર મહેક જૈન, ડી.સી.પી. ઝોન -૨ રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એન. કે. મૂછાર, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:35 PM IST)










