<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાજમાર્ગો પર મંજુરી વિનાના રાજકીય-સામાજીક ૪ હજારથી વધુ બોર્ડ-બેનરો જપ્ત

મનપાની દબાણ શાખા ત્રાટકી : વિવિધ વિસ્‍તારમાં નડતરરૂપ પપ૭ રેકડી-કેબીન, પરચુરણ માલસામાનના દબાણો હટાવાયાઃ ૩ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. ૧૭: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૦૧ થી ૧૫ દરમ્‍યાન  શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ર૧ રેકડી-કેબીન, પ૩૬ અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા જ્‍યુબેલી મવડી બ્રિજનીચે રેલ્‍વે લાઈન, આનંદ બંગલા ચોક, રામનાથ પરા, કરણપાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક  પાસેથી રસ્‍તા પર નડતર રૂપ  ૨૧ રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જ્‍યુબેલી,જામનગર રોડ, હેમુગઢવી હોલ, જંકશન રોડ, ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ, જંકશન રોડ, કળષ્‍ણનગર મે.રોડ, રૈયા રોડ, ૧૫૦ ફુટ રોડ, કાલાવાડ રોડ, નાણાવટી ચોક, ભીમનગર રોડ, યુનિ.રોડ, કોઠારીયા રોડ, ધરાર માર્કેટ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્‍ય ૫૩૬ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જામનગર રોડ,લક્ષ્િમનગર, જ્‍યુબેલી, યુનિ.રોડ, કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ, કેસરી પુલ, પારેવડી ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૪૪૬૨ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયણ ચોક, ઢેબર રોડ, સોરથીયાવાડી પાસે થી  રૂ.૨,૫૧,૫૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

જયારે ૮૦ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૭૨,૩૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્‍લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, ૧૫૦ ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ કન્‍યા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક  પરથી ૪૪૩૦  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

(2:37 PM IST)