<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

મકરસંક્રાંતિએ હરિદ્વારમાં સરગમ દ્વારા ૨૫૦૦ અસ્‍થિઓનું વિસર્જન

 

રાજકોટ : સરગમ કલબના ઉપક્રમે હરિદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્‍થીઘાટ ઉપર રામનાથપરા મુક્‍તિધામમાં તા. ૦૧/૦૭/૨૦૨૫ થી તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીના લાકડા વિભાગ તેમજ વિઘુત વિભાગના કુલ ૨૫૦૦ વ્‍યક્‍તિના અગ્નિદાહ અપાયેલ તે તમામના ગંગા નદીમાં સરગમ પરિવારના લોકોએ દરેકના વ્‍યક્‍તિગત નામ લઈ અસ્‍થી પધરાવેલ. ત્‍યારબાદ ત્‍યાં સાધુ સંતોને ભોજન તમે જ ચા પીવડાવેલ. ગંગા નદીમાં સ્‍નાન કરીને પૂણ્‍ય પ્રાપ્‍ત કરેલ આ માટે સરગમ ક્‍લબનાં કિમટી મેમ્‍બરો પોતાના સ્‍વખર્ચે અસ્‍થી વિસર્જન કરવા ગયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. ગુણવંતભાઈ ડેલાવાળા, રમશે ભાઈ અકબરી ,કનૈયાલાલ ગજેરા, જયસુખભાઈ ડાભી ,અનવરભાઇ ઠેબા, કિરીટભાઇ ગજેરા, મનોજભાઈ અનડ્‍કટ, જયેશભાઇ કાટકોરીયા તેમજ અલ્‍કાબેન ધામેલિયા, હેતલબેન થડેશ્‍વર, દિવ્‍યાબેન ઉમરાણીયા, નિશાબેન ખંધેડીયા, જયશ્રીબેન વ્‍યાસ, શિલ્‍પાબેન રાણપરા અને જીગ્નાબેન બુદ્ધદેવ હરિદ્વારમાં અસ્‍થી પૂજન સેવા કાર્યમાં સહયોગ આપેલ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે

(2:52 PM IST)