તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 17th January 2026
અપના બજાર દ્વારા સહકાર ભારતીના સ્થાપના દિનની ઉજવણી

રાજકોટ : સહકાર ભારતીનાં સ્થાપના દિનની ઉજવણીનાં કાર્યક્રમની શરૂઆતમાં (વકીલ સાહેબ) શ્રી લક્ષ્મણરાવ ઇનામદારજીની તસ્વીરને ફુલહારથી સન્માનિત કરી પ્રસંગનો શુભારંભ થયો. કાર્યક્રમનું અધ્યક્ષપદ આપના બજારના ચેરમેન મહેશભાઇ કોટકે અપના બજાર વિષે માહિતી આપેલ. નયનાબેન મકવાણાએ વક્તવ્ય આપેલ. વાઇસચેરમેન ફુલાભાઇ શિંગાળાએ આભાર વ્યકત કરેલ. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ફિલ્ડ ઓફિસર શુભમ જાવરા, વકતા નયનાબેન મકવાણા અપના બજાર - અધ્યક્ષ મહેશભાઇ કોટક ઉપાધ્યક્ષ ફુલાભાઇ શિંગાળા ડિરેટકરો વિક્રમસિંહ પરમાર, ભાગ્યેશભાઇ વોરા, દિપકભાઇ ચાવડા, જયંતભાઇ ધોળકિયા
(2:53 PM IST)










