<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પશ્ચિમ વિસ્‍તારની ર૮ સોસાયટીમાં અશાંતધારો પુરોઃ સરકારે હાલ મુદત નહિ વધારતા દસ્‍તાવેજો નહિ કરવા કલેકટરનો આદેશ

સરકાર પોઝીટીવ નિર્ણય લઇ ર વર્ષ મુદત વધારશે તેવા સંકેતઃ ૧ વર્ષમાં ૭૦૦ જેટલા દસ્‍તાવેજો થયા હાલ ર૮ સોસાયટીમાં હિંદુથી હિંદુ તથા હિંદુથી મૂસ્‍લીમના દસ્‍તાવેજો અટકી ગયાઃ ત્રણ દિવસમાં ૧૦ દસ્‍તાવેજો પેન્‍ડીંગ

રાજકોટ, તા. ૧૭: રાજકોટ શહેરની અશાંતધારા હેઠળ આવતી પヘમિ વિસ્‍તારમાં આવતી ૨૮ જેટલી  સોસાયટીઓમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી મુદત પૂર્ણ થઈ ચૂકી છે. આ સોસાયટીઓમાં મિલકતના ખરીદ-વેચાણમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે મહત્‍વનો નિર્ણય લેતા સબ-રજિસ્‍ટ્રાર કચેરીને હાલ પૂરતા કોઈ પણ દસ્‍તાવેજો ન કરવા સૂચના આપી છે, જેના પરિણામે આ ર૬ થી ર૮ સોસાયટીના હિંદુથી હિંદુ અને હિંદુ-મુસ્‍લીમ તથા મુસ્‍લીમ-મુસ્‍લીમ વચ્‍ચેના દસ્‍તાવેજો અટકી ગયા છે.

વિગતો મુજબ, શહેરની આ ૨૮ સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત ગત ૧૩ જાન્‍યુઆરીના રોજ પૂર્ણ થઈ ગઈ છે. સામાન્‍ય રીતે મુદત પૂર્ણ થયા પહેલા અથવા તુરંત જ રાજ્‍યના મહેસૂલ વિભાગ દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડીને મુદત લંબાવવામાં આવતી હોય છે. જોકે, એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી મહેસુલ વિભાગ તરફથી કોઈ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું નથી.

અશાંત ધારા હેઠળની મિલકતોના વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા નોટિફિકેશન ન હોવા છતાં આ વિસ્‍તારોમાં મિલકતની લે-વેચના દસ્‍તાવેજો ન નોંધાય તે હેતુથી કલેક્‍ટર દ્વારા કોઈ પણ દસ્‍તાવેજ ન કરવા માટે  સબ-રજિસ્‍ટ્રારને કડક સૂચના આપવામાં આવી છે. 

સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે કે મહેસુલ વિભાગ હાલ આ બાબતે વિચારણા કરી રહ્યું છે અને આગામી એક કે બે દિવસમાં આ ૨૮ સોસાયટીઓ માટે અશાંત ધારાની મુદત લંબાવવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે સરકાર પોઝીટીવ નિર્ણય લેવા જઇ રહી છે, અને વધુ ર વર્ષ મુદત વધે તેવી શકયતા છે.

દરમિયાન સબ રજીસ્‍ટ્રાર કચેરીના અધીકારી સૂત્રોએ જણાવેલ કે હાલ ઝોન-૩ માં આવતી પヘમિ વિસ્‍તારની ર૮ સોસાયટીના દસ્‍તાવેજો નહિ કરવા કલેકટરે સુચના આપી છે.

સીટી પ્રાંત-૧ કચેરીના સાધનોએ જણાવેલ કે છેલ્લા એક વર્ષમાં એટલે કે ર૦રપ માં ૭૦૦ જેટલા દસ્‍તાવેજોને મંજુરી આપી દેવાઇ છે, હિન્‍દુ-મુસ્‍લીમ વચ્‍ચેના ખરીદ-વેચાણના વ્‍યવહારોના ૪૦ થી પ૦ દસ્‍તાવેજોની અરજી હાલ પેન્‍ડીંગ છે.

રાજકોટના પヘમિ અને અન્‍ય વિસ્‍તારોની કુલ ૨૮ સોસાયટીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવશે, જેમાં નીચે મુજબના વિસ્‍તારોનો સમાવેશ થાય છે. છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર, સ્‍વસ્‍તિક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્‍ય સિદ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવન પ્રભા, અંજની સોસાયટી, કળષ્‍ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી. અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગ વાડી વિસ્‍તાર, સુભાષનગર, ચુડાસમા પ્‍લોટ, રાજ નગર, અલકાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્‍કમ ટેક્‍સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટીનો સમાવેશ થાય છે

(2:57 PM IST)