News of Saturday, 17th January 2026
આંબેડકરનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રકાશ ચાવડા પર છરીથી હુમલો
યુવાનની થોરાળા પોલીસમાં સાત શખ્સો સામે ફરિયાદ

રાજકોટઃ તા.૧૭, શહેરના થોરાળામાં આવેલા આંબેડકરનગરમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી યુવાન પર સાત શખ્સોએ છરી તથા ધોકાથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ આંબેડકરનગર શેરી નં. ૧૪ માં રહેતા પ્રકાશભાઇ વસંતભાઇ ચાવડા (ઉ.વ. ૩પ) એ થોરાળા પોલીસ મથકમાં આંબેડકરનગરમાં રહેતા રમેશ પુંજાભાઇ સોલંકી, ગીરધર ઉર્ફે ગીધો પુંજાભાઇ સોલંકી, પુંજા સોલંકી, ભાવેશ મનુભાઇ સુમેસરા, ધવલ હમીર, જયદીપ હમીર અને હમીર મેઘજીભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રકાશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મજુરીકામ કરે છે. ગત તા. ૧૪ ના રોજ તે તથા તેનો દિકરો આંબેડકરનગરમાં હતા, ત્યારે તેની સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી રમેશ પુંજા સોલંકી ફરિયાદી પાસે આવીને ગાળો આપી અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ફરિયાદીને ઉપાડી જમીન પર પછાડવા લાગ્યો તે દરમ્યાન ગીરધર ઉર્ફે ગીધો છરી લઇને આવી ફરિયાદી હુમલો કરી કહેવા લાગ્યો કે ‘ધવલ જયદીપ અને હમીર કહયુ છે કે આને મારવો જ છે. તેવી છુટ આપી છે. અને તેના હાથ-પગ ભાંગી નાખવા છે. તેમ જણાવતો હતો. તે દરમ્યાન તેના પિતા સહિત અન્ય આરોપીઓએ ઘોકો લઇને આવી ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. ગીરધરે તેના ખીસ્સામાંથી રૂા.હજાર રોકડા અનેગળામાં પહેરેલો ચેઇન કાઢી લીધો હવાનો આક્ષેપ કર્યો છે. બાદ યુવાન ઘરે જઇ તેના દીકરાને ઝઘડા બાબતે વાત કરતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ બાદ મધુરમ હોસ્પિટલમાં ખસેડયા હતાઆ બનાવ અંગે થોરાળા પોલીસે પ્રકાશભાઇની ફરિયાદ પરથી સાત શખ્સો સામે ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એન.આર. ડોબરીયાએ તપાસ હાથ ધરી છે.
(3:54 PM IST)










