News of Saturday, 17th January 2026
સુપ્રસિદ્ધ લોકગાયક દેવ ભટ્ટના પુત્રો ભવ્ય અને પરમના
યજ્ઞોપવિતમાં સંતો-મહંતો, કથાકારો અને કલાજગતે આશીર્વાદ વરસાવ્યા પૂ. મા. કનકેશ્વરી દેવી, પૂ. જીજ્ઞેશદાદા, પૂ. મીરાબેન ભટ્ટ સહિતના કથાકારો તથા કિર્તીદાન ગઢવી, સાંઇરામ દવે, ગીતાબેન રબારી જેવા ગાયક કલાકારોની ઉપસ્થિતિ

રાજકોટ : સુપ્રસિદ્ધ લોકગાયક દેવ ભટ્ટ (મો. ૭૪૦પ૪૦ર૩૪૪)ના બન્ને બાળકો ભવ્ય અને પરમની યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો. ભાગવતાચાર્ય શ્રી અશોકભાઇ ભટ્ટની પાવન નિશ્રામાં અનેક કથાકારો જેમકે, પૂ. માં કનકેશ્વરી દેવી, પૂ. જીજ્ઞેશદાદા, પૂ. રાધારમણ સ્વામી, પૂ. વિવેક સ્વામી, પૂ. હીરેનભાઇ શાષાી, પૂ. કનૈયાલાલ ભટ્ટ, પૂ. મીરાબેન ભરૂ, પૂ. મનુ બાપુ, પૂ. પ્રકાશાનંદજી મહારાજ, પૂ. ભાવેશભાઇ શાષાી દ્વારા બન્ને બટુકોને આશીર્વાદ આપવમાં આવ્યા. સાથેસાથે ગુજરાતના ગૌરવવંતા કલાકારો જેવા કે, કીર્તીદાન ગઢવી, સાંઇરામ દવે, ગીતાબેન રબારી, બ્રિજરાજદાન ગઢવી, જીજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, જયદેવ ગોસાઇ, ફરીદા મીર, લલીતા ઘોડાદ્રા, નીતીન દેવકા, ધર્મેશ બારોટ, ડેવીન ઓડેદરા, સાગરદાન ગઢવી, રાજદાન ગઢવી, મયુર દવે, ભાવેશ રામ આહીર, અનિરૂદ્ધ આહીર, મીલન મેર, દિપક જોશીએ પોતાના સુર દ્વારા રાસ ગરબામાં જમાવટ કરી હતી. આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂ. શાષાીજી અશોકભાઇ ભટ્ટ, દેવભાઇ ભટ્ટ અને દર્શનભાઇ ભટ્ટ દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવેલ.
(3:17 PM IST)










