તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
એસ.બી.આઇ. પેન્શનર્સ એસો. દ્વારા વડોદરામાં યોજાઇ પેન્શનર્સ મીટ અને વાર્ષિક સભા
યાદગાર ગીતોની મહેફીલ સાથે વડીલ પેન્શનરોનું સન્માન

રાજકોટ, તા., ૧૭ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ૧૭ હજારથી વધુ પેન્શનરોના બનેલ બિન રાજકીય સંગઠન એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશનની શાનદાર પેન્શનર્સ મીટ અને વાર્ષિક સાધારણ સભા સયાજીનગરી વડોદરા ખાતે મળી હતી. રાજયભરમાંથી બે હજારથી વધુ પેન્શનરો ઉપસ્થિત રહયા હતા.
પેન્શનરો માટે વડોદરાના સુપ્રસિદ્ધ ફંકાર ગ્રૂપની ગીત સંગીતની મહેફિલ યોજાયેલ જેમાં બે કલાક સુધી જૂના યાદગાર ગીતોની મજા માણેલ, ગરબા પણ રમેલ.
પેન્શનર્સ મીટનો પ્રારંભ પ્રાર્થના ગીત ગણેશ વંદનાથી થયેલ. મંચસ્થ મહાનુભાવો નું બેઝ પહેરાવી, પુષ્પગુચ્છ તેમજ સ્મળતિ ભેટ આપી તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ.
સમારંભના અતિથિઓ ફેડરેશન ઓફ એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કોમરેડ જી ડી નડાફ, પ્રેસિડેન્ટ કોમરેડ એન રાધાકળષ્ણન, બેંકના ડીજીએમ સલીમ અહેમદ, ઇન્ચાર્જ સર્કલ ડેવલપમેન્ટ ઓફિસર સુજીત કુમાર તિવારી એસબીઆઈ ઓફિસર એસોસિયેશનના કોમરેડ રંજન કરણ, એસબીઆઇ યુનિયનના કોમરેડ નિતેશ પરમાર, સેવાના વેદવાલા, ઓબીસી વેલફેર સંગઠનના નીરલ વૈષ્ણવ,પેન્શનર્સ એસોસિએશનના સુકાની કોમરેડ કમાલ કાદરી, રમેશભાઈ ચોક્સી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્ટેટ બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ મંગલદીપ પ્રાગટય કરેલ બાદમાં સુજીતકુમાર તિવારીએ શબ્દોથી સૌને મીઠો આવકાર આપેલ.
સંગઠનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરીએ તમામ પેન્શનરો બેંકના ઉત્કર્ષમાં હંમેશા સાથે છે અને રહેશે તેમ જણાવી પેન્શનરોના નાના મોટા પ્રશ્રોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવેલ.
સમારંભના ઉદઘાટક બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ સમગ્ર રાજ્યમાંથી પધારેલ બે હજારથી વધુ પેન્શનરોને વંદન કરીને આવકારેલ.
આ પેન્શનર્સ મીટમાં વિશેષ ઉપસ્થિત પેન્શનર્સ ફેડરેશનના સુકાનીઓ કોમરેડ નડાફ અને રાધાકળષ્ણન એ પેન્શન અપડેશન, મેડીકલ ફેસીલીટી સહિતના પડતર પ્રશ્રો બાબતે વિગતવાર અભ્યાસુ વાત કરેલ.
સમારંભમાં બેંકના ૯૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોની વડીલ વંદના કરવામાં આવેલ તેમજ બે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સાથીઓનું અભિવાદન કરવામાં આવેલ.
પેન્શનર્સ મીટમાં બેંકના નિવળત ઉચ્ચ અધિકારીઓ, યુનિયન, એસોસિએશન, સેવાના નિવળત પદાધિકારીઓ તેમજ આમંત્રિતો વિશેષ ઉપસ્થિત રહેલ.
પેન્શનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા સંગઠનના પ્રેસિડેન્ટ કોમરેડ રમેશભાઈ ચોક્સીના અધ્યક્ષ સ્થાને તેમજ જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં વાર્ષિક હિસાબો મંજૂર, ઓડિટરની નિમણુંક, સંગઠનાત્મક બાબતો, બંધારણીય સુધારા, રાષ્ટ્રીય અને સર્કલ લેવલે ચાલતી ગતિવિધિઓ સહિતની કાર્યવાહી કરવામાં આવેલ.
પેન્શનરોને આરોગ્યવિષયક માહિતી મળી રહે તે માટે કોકિલાબેન અંબાણી હોસ્પિટલના મુંબઈથી આવેલા ડોક્ટરોએ હ્રદયરોગ અને કેન્સરના રોગ બાબતે માર્ગદર્શન આપેલ.
કાર્યક્રમના અંતમાં આભારવિધિ બેંકના અધિકારીએ કરી હતી વડોદરા મિટિંગમાં રાજકોટથી સંગઠનના શરદભાઈ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઈ જોશી, પરષોત્તમ મુંગલપરા, જીતુ ગણાત્રા, પરેશ જોશી, દિનેશ કોટેચા સહિતના પેન્શનરો વડોદરા ગયેલ.
પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ચોક્સી, ઉપપ્રમુખ સુભાષભાઇ પટેલ તેમજ ડેપ્યુટી જનરલ સેક્રેટરી સુધીરભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ વડોદરાના સમર્પિત કર્મઠ એકસોથી વધુ પેન્શનર્સ ભાઈઓ બહેનો સમગ્ર આયોજન શાનદાર,યાદગાર,યશસ્વી બની રહે તે માટે કાર્યરત રહેલ તેમ શરદભાઈ દવે (મો. ૯૦૯૯૦ ૯૦૮૦૬)ની યાદીમાં જણાવાયુ છે
(3:18 PM IST)










