<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાજકોટમાં સંઘ શતાબ્‍દી વર્ષ અને સહકાર ભારતી સ્‍થાપના દિનની ભવ્‍ય ઉજવણીઃ એક જ દિવસમાં વિવિધ ૬ કાર્યક્રમો યોજાયા

 

રાજકોટઃ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષ અને સહકાર ભારતીના સ્‍થાપના દિને રાજકોટ મહાનગરમાં કર્મચારી, બેંક, મહિલા અને હાઉસિંગ સોસાયટી સહિતના વિવિધ પ્રકોષ્ઠો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી. પૂર્વસંધ્‍યાએ એઆઈ વિષયક પ્રશિક્ષણ શિબિર અને સ્‍થાપના દિને ૬ કાર્યક્રમોમાં શહેરના અગ્રણીઓએ  ‘પંચ પરિવર્તન'અને ‘સહકારથી સંસ્‍કાર'નો સંદેશ આપ્‍યો.

 રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષની ઉજવણી અંતર્ગત સહકાર ભારતીના ૧૧ જાન્‍યુઆરી- સ્‍થાપના દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરમાં વિવિધ ૬ સ્‍થળોએ કાર્યક્રમો તથા પૂર્વસંધ્‍યાએ વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

 રાજકોટ નાગરિક બેંક અને જાગળત કર્મચારી મંડળના ઉપક્રમે યોજાયેલા કર્મચારી પ્રકોષ્ઠના કાર્યકમમાં પૂર્વ અધ્‍યક્ષ જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા અને સહકાર ભારતીના પ્રાંત અધ્‍યક્ષ રમણજીએ ‘બિના સંસ્‍કાર નહીં સહકારઁનો મંત્ર આપ્‍યો હતો. મુખ્‍ય વક્‍તા આશિષભાઈ શુક્‍લએ શતાબ્‍દી વર્ષે જીવનમાં ‘પંચ પરિવર્તન' વણી લેવા અનુરોધ કર્યો હતો.

 અર્બન બેંક પ્રકોષ્ઠ અને વિજય કોમર્શિયલ બેંકના કાર્યક્રમમાં ચેરમેન નિકુંજભાઈ ધોળકિયાએ સ્‍વાગત કર્યું હતું. મુખ્‍ય વક્‍તા નલીનભાઈ વસાએ બિરલા પરિવારનું ઉદાહરણ આપી જણાવ્‍યું હતું કે. સંયુક્‍ત પરિવાર અને આદર્શ કુટુંબ વ્‍યવસ્‍થા દેશને સમળદ્ધ બનાવે છે. નાગરિકોની કર્તવ્‍યભક્‍તિ જ દેશની સાચી શક્‍તિ છે.

 અપના બજાર ખાતે ચેરમેન મહેશભાઈ કોટકની ઉપસ્‍થિતિમાં મુખ્‍ય વક્‍તા નયનાબેન મકવાણાએ જણાવ્‍યું હતું કે, સંઘના પ્રયાસોથી જબરું પરિવર્તન આવ્‍યું છે અને સહકાર ભારતીએ તેને સાર્થક કર્યું છે. શારદામણી મહિલા મંડળ સાથે યોજાયેલા મહિલા પ્રકોષ્ઠના કાર્યક્રમમાં પણ નયનાબેનેસ્ત્રીઓને સહકારિતા અને આદર્શ કુટુંબ પ્રથાના પાયા સમાન ગણાવી હતી.

 રાજકોટ કોમર્શિયલ બેંક ખાતે યોજાયેલી સહકાર વંદનામાં પુરસોતમભાઈ પીપળીયાએ સહકાર ભારતીના ભગીરથ પ્રયાસોને બિરદાવ્‍યા હતા.

 મુખ્‍ય વક્‍તા અને જીટીયુના પૂર્વ કુલપતિ નવીનભાઈ શેઠે જણાવ્‍યું હતું કે, વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગળહમંત્રી અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટિથી સહકાર ક્ષેત્રે આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

હાઉસિંગ સોસાયટી પ્રકોષ્ઠ દ્વારા યોજાયેલા સ્‍નેહમિલનમાં ડો. નરેન્‍દ્રભાઈ દવેએ સોસાયટીઓને આદર્શ બનાવવા અને નાગરિક કર્તવ્‍ય પાલન પર ભાર મુકયો હતો.

એઆઈ અને સોફ્‌ટવેર અંગે વિશેષ સત્રઃ સ્‍થાપના દિનની પૂર્વસંધ્‍યાએ ક્રેડિટ સોસાયટીના મેનેજરો માટે યોજાયેલી શિબિરમાં એઆઈ નિષ્‍ણાત યતીન ઉપાધ્‍યાયજીએ જણાવ્‍યું હતું કે, એઆઈ વહીવટ સરળ બનાવે છે અને ડેટા વિશ્‍લેષણ આપે છે, પરંતુ ફેક ન્‍યુઝ કે ડીપફેક જેવા દુરુપયોગ સામે સાવચેતી પણ જરૂરી છે.

 બીજા સત્રમાં મુનિમજી સોફ્‌ટવેરના ડાયરેકટર દિપકભાઈ પટેલે સોસાયટીઓના વિકાસ માટે અદ્યતન એકાઉન્‍ટિંગ સોફ્‌ટવેરની અનિવાર્યતા સમજાવી હતી.

 આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં સહકારી આગેવાનો જોડાયા હોવાનું ડો. એન.ડી. શીલુ (અધ્‍યક્ષ) તથા જયેશ સંઘાણી (મહામંત્રી) - સહકાર ભારતી, રાજકોટ મહાનગર (મોઃ ૯૪૨૮૨ ૦૦૫૨૦) ની પ્રેસ યાદીમાં જણાવાયું છે.

(3:20 PM IST)