News of Saturday, 17th January 2026
આરોપીની ફાંસીની સજા અંગે સરકારી વકીલોની દલિલો

રાજકોટ તા. ૧૭ :.. આટકોટ પોલીસ તાબેના કાનપર ગામે પોણા સાત વર્ષની માસુમ બાળા ઉપર બળાત્કારના પ્રયાસમાં નિષ્ફળ જતાં સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ભરાવી લોહી લુહાણ કરી દેવાની હચમચાવતી સમાજ વિરોધી ઘટનાના કેસમાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા અને મદદનીશ સરકારી વકીલ પ્રશાંત પટેલે કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ આરોપીને કસુરવાર ઠરાવના બંને સરકારી વકીલોએ આ કેસ ‘રેર ઓફ ધી રેર' હોય આરોપીને ફાંસીની સજા કરવાની ગત તા. ૧પ-૧-ર૬ ના રોજ દલીલો કરી હતી.
બંને સરકારી વકીલોએ દલીલ કરતાં કોર્ટને જણાવેલ કે, આરોપીનું કૃત્ય અતિ નિંદનીય છે. આરોપી આ પ્રકારની વિકૃતિ ધરાવતો હોય તેવું પણ તપાસ દરમ્યાન ખુલ્યુ છે. પોલીસ ઉપર પણ હુમલાનો પ્રયાસ કર્યો છે. છ વર્ષ અને ૮ માસની માસુમ બાળા ઉપર પ્રથમ બળાત્કાર કરવાની કોશિષ કરી છે. પરંતુ તેમાં નિષ્ફળતા મળતા સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ભરાવી વિકૃત આનંદ મેળવ્યો છે.
આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઇને આ કેસને એક અપવાદરૂપ ઘટના છે. સમાજમાં કુમળી બાળાઓ ઉપરના આ પ્રકારના દુષ્કર્મ-વિકૃતિના બનાવો વધતા જાય છે. આવા બનાવોને અંકુશમાં લેવા માટે આરોપીને દાખલારૂપ આકરામાં આકરી સજા કરવી જરૂરી છે.
હાલના કેસનો પુરાવો જોતા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય જયારે કોર્ટે કેસ સાબિત માનેલ છે. ત્યારે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આ કેસના આરોપીને ફાંસીની સજા કરવી જોઇએ.
રાજકોટના પોકસો કોર્ટના જજ શ્રી વી. એ. રાણાએ બંને સરકારી વકીલોની દલીલો સ્વીકારીને માત્ર ૩૩ દિવસમાં સમગ્ર કેસની ટ્રાયલ પુરી કરી હતી. અને આરોપીને આ ગુનામાં દોષિત ઠરાવીને બનાવના ૪૩ માં દિવસે આજે આરોપી રામસિંહ ઉર્ફે રેમસીંગ તેરસીંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે પણ ઝડપી તપાસ પુરી કરીને બનાવના ૧૧ દિવસમાં જ તપાસ પુરી કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું
(3:26 PM IST)










