News of Saturday, 17th January 2026
રાજકોટ શહેર-જીલ્લામાં અત્યાર સુધીમાં આઠ ફાંસીના ચુકાદાઓ અપાયા
ફાંસીની સજા પામેલા આરોપીઓ ડાકુ બચુભા-ચુનીલાલ જાદવજી-શશીકાંત માળી-બટુક રાઘવ-રમેશ ડેડુકીયા-જયેશ સરવૈયા-કે.જે. સોની અને આજના બનાવમાં રામસીંગ તેરસીંગ ડુડવા મળી કુલ આઠ કેસોમાં રાજકોટ શહેર જીલ્લાની કોર્ટ દ્વારા ફાંસીના ચુકાદાઓ અપાયા છે

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે. જેમાં ડાકુ બચુભા, ચૂનીલાલ જાદવજી, બટુક રાઘવ, કે.જે.સોની અને શશિકાંત માળીને ફાંસી અપાઈ છે. ડાકુ બચુભા સૌરાષ્ટ્રનાં એક કુખ્યાત ડાકુનો જમણો હાથ હતો. ચૂનીલાલે એકસ્ત્રીનું ખૂન કર્યું હતું. બટુક રાઘવે પોતાની પ્રેમિકાની ધોળા દિવસે હત્યા કરી હતી. તેમાં ૨-૬-૧૯૬૫નાં રોજ કે.જે. સોની, ૩૧-૩-૧૯૬૫નાં રોજ બટુક રાઘવભાઈ રાજપુત અને ૧૧-૧૧-૧૯૬૩નાં રોજ ચુનિલાલ માધવજીભાઈ જાદવને ફાંસી આપવામાં આવી હતી.
શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા બટુક નામના શખ્સે ૧૯૬૬માં રાજશ્રી સિનેમા નજીક કરેલી હત્યાના ગુનામાં તેમજ વર્ષ ૧૯૭૯માં રાજકોટમાં મજદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવેના
પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરનાર શશીકાંત માળીને ૧૯૭૯માં ફાંસીની સજા અપાઇ હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાની અદાલતો દ્વાર ત્રણ વર્ષની માસુમ બાળકી પર રેપ કરી અને મોતને ઘાટ ઉતારનાર રમેશ ડેડુકીયાને તા. ૧૫/૩/૨૦૨૦ના રોજ, જ્યારે જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ જયેશ ગિરધર સરવૈયા નામના શખ્સને સળષ્ટિ રૈયાણી નામની યુવતીની સરાજાહેર હત્યા કરી નાખવાના ગુનામાં ૧૩/૩/૨૩ના રોજ અદાલતે ફાંસીની સજાના હુકમો કર્યા છે. જે કેસો અપીલમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મના કેસમાં અદાલતે બનાવના ૪૩મા દિવસે આજે તા. ૧૭/૧/૨૦૨૬ના રોજ હેવાનને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
(3:26 PM IST)










