<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

NFSA અંતર્ગત ઇ-કેવાયસીની ૯૮ ટકા કામગીરી પૂર્ણ ઇ-કેવાયસી નહિ કરાવનારને નોટીસ બાદ નામ કમી કરાશે

જીલ્લા પુરવઠા સલાહકાર કમિટીની બેઠક મળી : સરકારની તમામ યોજનામાં પારદર્શતા પર ભાર

રાજકોટ, ૧૭ : પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની સ્‍ટીયરિંગ કમ મોનીટરીંગ કમિટી તથા જિલ્લા/શહેર પુરવઠા સલાહકાર સમિતિ ની મિટિંગ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ અજય ઝાપડાએ જણાવ્‍યું હતું કે, જિલ્લામાં નેશનલ ફૂડ સિકયુરિટી એક્‍ટ (એન.એફ. એસ. એ.) રાશન કાર્ડ ઈ- કેવાયસી અંતર્ગત નોંધપાત્ર ૯૩. ૬૭ ટકા કામગીરી પુર્ણ થયેલ છે. બાકી રહેલા નાગરિકોને તાત્‍કાલિક ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો. ઈ-કેવાયસી ન કરાવનારને નોટિસ આપ્‍યા બાદ નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અનાજનો જથ્‍થો ગુણવત્તા સભર તથા નિયત ક્‍વોન્‍ટીટીમા દુકાનો સુધી પહોંચે એ માટે રાજકોટ જિલ્લા માં ગ્રામ્‍ય લેવલે જથ્‍થો ઉતારતાં સમયે તકેદારી સમિતિના સદસ્‍યોની હાજરી/બાયોમેટ્રીક ફરજિયાત કરવામાં આવી.જિલ્લામા ૧૦૦્રુ અમલવારી શરૂ.

વન નેશન વન રાશન કાર્ડ યોજના (ONORC) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૭૧૪ વાજબી ભાવની દુકાનો મારફતે ગત માસે કુલ ૩૩૮૦૯ રાશન કાર્ડધારકોને લાભ આપવામાં આવ્‍યો હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.

પી.એમ.પોષણ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ડીસેમ્‍બર-૨૦૨૫ અંતિત જિલ્લામાં ૧૧ તાલુકાઓની ૮૭૫ શાળાઓના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે, જિલ્લામાં પી.એમ. પોષણ કેન્‍દ્રોની કુલ સંખ્‍યા ૮૭૪ છે.

બેઠકમાં સંસદ સભ્‍ય શ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે, સરકારની તમામ કલ્‍યાણકારી યોજનાઓમાં પારદર્શિતાને વિશેષ મહત્‍વ આપવામાં આવી રહ્યું છે. સુમેળભર્યા સંકલનથી પી.એમ. પોષણ યોજના જેવી મહત્‍વની યોજનાઓ સફળતાપૂર્વક અમલી છે. ગત માસે લાભાર્થીઓને કુલ ૨૩૮૫ મેટ્રિક ટન ઘઉં તથા કુલ ૩૫૩૦ મેટ્રિક ટન ચોખાનું મફત વિતરણ કરવામાં આવ્‍યું.

આ બેઠકમાં ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી શ્રી ડો. આર.આર.ફૂલવાડી, મહિલા અને બાળ કલ્‍યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા નિયુક્‍ત કરાયેલી કમિટીના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:44 PM IST)