હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૯ જાન્યુઆરીઃ દેહ છોડનાર નહીં, દેહથી મુક્ત થયેલા ક્રાંતિકારી વિચારક ઓશો
ઝોરબા ધ બુદ્ધઃ ભૌતિક સુખ અને આધ્યાત્મિક શાંતિના સમન્વયનો અનોખો રાહ ચીંધનાર સંત

૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ પુણેના આશ્રમમાં એક મહામાનવે દેહત્યાગ કર્યો, જેમના માટે કહેવાયું કે - તેઓ ક્યારેય જન્મ્યા નથી, ક્યારેય મર્યા નથી, માત્ર પૃથ્વીની મુલાકાતે આવ્યા હતા. આ મહામાનવ એટલે ઓશો તેમને ઝોરબા ધ બુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભૌતિક સુખ અને આધ્યાત્મિક શાંતિના સમન્વયનું પ્રતીક છે. વીસમી સદીના સૌથી વધુ વંચાયેલા, સૌથી વધુ સાંભળવામાં આવેલા અને કદાચ સૌથી વધુ વિવાદોમાં રહેલા આ સંતે આધ્યાત્મિકતાની જૂની વ્યાખ્યાઓ બદલી નાખી. તેમણે માળા ફેરવવાને બદલે હોશમાં રહેવાનો માર્ગ ચીંધ્યો અને ધર્મને મંદિરોમાંથી બહાર લાવીને ઉત્સવ બનાવ્યો.
ઓશોનું જીવન એટલું તો વ્યાપક અને ઘટનાસભર હતું કે તેને સમજવા માટે તેમના જીવનના કેટલાક વળાંકો અને મુખ્ય પ્રસંગો જાણવા ખૂબ જરૂરી છે. આ એવા પ્રસંગો છે જેણે તેમને એક સામાન્ય પ્રોફેસરમાંથી 'વૈશ્વિક ગુરુ' બનાવ્યા.
૧. ૨૧ વર્ષની વયે સંબુદ્ધત્વઃ ૨૧ માર્ચ, ૧૯૫૩ના રોજ જબલપુરના ભંવરતાલ ગાર્ડનમાં એક મૌલશ્રીના ઝાડ નીચે ઓશોને પરમ જ્ઞાન - સંબુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. તેઓ કહેતા કે તે દિવસે તેમનો જૂનો અહંકાર ઓગળી ગયો અને તેઓ બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયા. આ ઘટના તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતી, જેના પછી તેમનું આખું જીવન બદલાઈ ગયું.
૨. આચાર્ય રજનીશ તરીકે ભારત ભ્રમણઃ ૧૯૬૦ના દાયકામાં તેઓ ભારતભરમાં પ્રવાસ કરી રહ્યા હતા તે સમયે તેઓને આચાર્ય રજનીશ તરીકે નામના મળી હતી. તેમણે ગાંધીવાદ, સમાજવાદ અને પ્રચલિત ધર્મો પર આકરા પ્રહારો કર્યા.
તેમણે મુંબઈના ચોપાટી મેદાનમાં હજારોની મેદનીને સંબોધન કર્યું હતું, જ્યાં તેમના તાર્કિક વિચારોએ આખા દેશના બૌદ્ધિકોને હચમચાવી દીધા હતા.
૩. આજના યુગમાં ઓશોની જરૂરિયાતઃ આજે જ્યારે યુવાનો ડિપ્રેશન, તણાવ અને એકલતાનો શિકાર બની રહ્યો છે, ત્યારે ઓશોનું સક્રિય ધ્યાન અને સાક્ષી ભાવ જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે. તેઓ કહેતા કે, જો તમે હસી શકતા નથી, તો તમે પ્રાર્થના પણ કરી શકતા નથી.
૧૯૭૦માં તેમણે મુંબઈમાં ડાયનેમિક મેડિટેશનની શરૂઆત કરી. પરંપરાગત ધ્યાન શાંત બેસીને કરવાનું હોય છે, પણ ઓસોએ કહ્યું કે આધુનિક માણસ એટલો તણાવમાં છે કે તે સીધો શાંત બેસી શકતો નથી, તેથી પહેલા ઉછળકૂદ, ઊંડા શ્વાસ અને રેચન દ્વારા મનનો કચરો કાઢવો જરૂરી છે. આ પદ્ધતિએ પヘમિી દેશોના લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી.
૧૯૭૪માં તેઓ મુંબઈથી પુણે આવ્યા અને કોરેગાંવ પાર્કમાં આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ વિશ્વભરના સાધકો માટે તીર્થધામ બની ગયો. અહીં પૂર્વનું આધ્યાત્મ અને પヘમિની સાયકોલોજીનો અનોખો સંગમ થયો. વિશ્વના મોટા કલાકારો, ફિલ્મસ્ટારો અને સાહિત્યકારો તેમના શરણે આવવા લાગ્યા. ૧૯૮૧માં તેઓ અમેરિકા ગયા અને ઓરેગોનના રણ પ્રદેશમાં ૬૪,૦૦૦ એકર જમીન પર રજનીશપુરમ નામનું આખું શહેર વસાવ્યું. આ ઓશોના જીવનનો સૌથી વિવાદાસ્પદ અને ભવ્ય પ્રસંગ હતો. ત્યાં પોતાની ખેતી, પોલીસ, એરપોર્ટ અને હજારો અનુયાયીઓ માટે રહેવાની વ્યવસ્થા હતી. તેમની પાસે ૯૩ રોલ્સ રોયસ ગાડીઓનું કલેક્શન હતું, જે સમૃદ્ધ આધ્યાત્મિકતાનું પ્રતીક હતું. અમેરિકાની સરકાર ઓસોની વધતી જતી લોકપ્રિયતા અને તેમના મુક્ત વિચારોથી ગભરાઈ ગઈ હતી, જેના પરિણામે લાંબો કાયદાકીય સંઘર્ષ થયો હતો. તેમને ૨૧ દેશોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ૧૯૮૫માં અમેરિકા છોડ્યા પછી, ઓશો વિશ્વના પ્રવાસે નીકળ્યા. પરંતુ અમેરિકન સરકારના દબાણને કારણે ગ્રીસ, સ્પેન, આયર્લેન્ડ સહિત કુલ ૨૧ દેશોએ તેમને પ્રવેશ આપવાનીના પાડી. આ ઘટનાએ સાબિત કર્યું કે ઓશોના વિચારોથી દુનિયાભરની સત્તાઓ ડરતી હતી.
૧૯૮૭માં ફરી પુણે પરત ફર્યા પછી સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમણે જાહેર કહ્યું કે હું ભગવાન શ્રી રજનીશ તરીકે ઓળખાવવા માંગતો નથી,ત્યારે તેમણે સત્તાવાર રીતે ઓશો નામ સ્વીકાર્યું. ઓશો (જે સમુદ્ર જેવો વિશાળ હોય) રાખ્યું. ઓશો નામ સ્વીકારીને તેમણે દુનિયાને સંદેશ આપ્યો કે, સત્ય શોધનાર વ્યક્તિએ છેલ્લે પોતાની બધી જ પદવીઓ અને અહંકાર છોડવો પડે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, પણ એક એવી ઉર્જા છે જે શિષ્યને પરમાત્માના અનંત સાગરમાં ડૂબકી લગાવતા શીખવે છે. ઓશો એ કોઈ નામ નથી, એ તો માત્ર એક ધ્વનિ છે, એક સંગીત છે
તેમણે અહીં ઓશો મલ્ટીવર્સિટીની સ્થાપના કરી, જે આજે પણ વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે.
ઓશોના વૈશ્વિક નામના ના મુખ્ય કારણોઃ
ઞ્જ નિડરતા- તેઓ જગતના કોઈપણ વડાપ્રધાન કે પોપ કે ધર્મગુરુઓની સામે સત્ય બોલતા ડરતા નહોતા.
ઞ્જ તર્કશક્તિ - તેમની પાસે દરેક પ્રશ્નનો એટલો ઊંડો અને તાર્કિક જવાબ હતો કે મોટા વિદ્વાનો પણ આヘર્યચકિત થઈ જતા.
ઞ્જ માનવ મનનું જ્ઞાન- તેઓ મનુષ્યના મનોવિજ્ઞાનને એટલી બારીકાઈથી સમજતા કે લોકોના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો લાવી શકતા. ઓશોના જીવનની આ સફર એક સાધારણ મનુષ્યની અસાધારણ યાત્રા હતી.
ઓશો આજે ભલે દેહ સ્વરૂપે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના હજારો કલાકોના પ્રવચનો અને સેંકડો પુસ્તકો આજે પણ કરોડો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ એક એવા અરીસા સમાન હતા, જેણે સમાજને તેનો સાચો ચહેરો બતાવવાની હિમત કરી.

આલેખનઃ
બાબુભાઇ મેનપરા
મો.૯૪૨૬૨૨૭૮૮૮










