<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

કાલથી રાજકોટ એસ.ટી. દ્વારા ગાંધીનગર માટે એસી સીટર બસો દોડશેઃ ધારાસભ્‍યના હસ્‍તે ફલેગ ઓફ

રાજકોટથી સાંજે ૪ વાગ્‍યે અને ગાંધીનગરથી સવારે ૭ વાગ્‍યે બસ ઉપડશે

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સૌ પ્રથમ  એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરાઇ છે, કાલથી ડેઇલી આ બસ દોડશે. જેનો રાજકોટથી ઉપડવાનો સમય સાંજે ૪ વાગ્‍યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે ૭.૩૦ વાગ્‍યાનો રહેશે.હાલ પ્રીમિયમ સર્વિસમાં રાજકોટથી ગાંધીનગર જવા માટે વહેલી સવારની ૨ વોલ્‍વો બસ છે, જેના લીધે ગાંધીનગર વડી કચેરીઓએ પોતાના કામ અર્થે જવા માંગતા મુસાફરોને તકલીફ પડતી હતી. જોકે, હવે રાજકોટથી ગાંધીનગરની સાંજની ડેઈલી સર્વિસ શરૂ થતા મુસાફરોને ફાયદો થશે.

કાલે સાંજે ફલેગ ઓફ

ગુજરાત રાજ્‍ય માર્ગ પરિવહન નિગમ હેઠળના રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા રાજકોટ-ગાંધીનગરની નવી એસી સીટર બસ શરૂ કરવામાં આવનાર છે. જેનું ફલેગઓફ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતેથી ૨૦ જાન્‍યુઆરીના મંગળવારના બપોરે ૪ વાગ્‍યે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવશે.રાજકોટ એસટીના વોલ્‍વો વિભાગના ડેપો મેનેજર ઉમેર્યા પ્રમાણે  રાજકોટ-ગાંધીનગર વચ્‍ચે સવારે ૫ અને ૫.૩૦ વાગ્‍યે વોલ્‍વો દોડે છે. જોકે રાજકોટ-ગાંધીનગર પ્રથમ એસ.ટી. સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે ૪ વાગ્‍યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈ-વે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્‍કોન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્‍ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.૪૫૨ રાખવામાં આવ્‍યું છે. 

(11:44 AM IST)