હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સેવા એજ ધર્મ...શ્રી પંચનાથ હોસ્પિટલનો બુધવારે પાંચમાં વર્ષમાં પ્રવેશ
પાંચ વર્ષ દરમ્યાન ઓપીડી વિભાગમાં કુલ ૭,૩૦,૩૩૫ માં જેટલા દર્દીઓએ મુલાકાત લીધી, હોસ્પિટલમા નિદાન - સારવાર કરવામાં આવેલ : ૫,૧૬,૫૪૫ દર્દી એ પંચનાથ હોસ્પિટલની લેબોરેટરીમાં ટેસ્ટઃ કુલ ૧૪૩૩૮ દર્દીઓ દાખલ થઇ અતી રાહત દરે સારવાર લીધીઃ કુલ ૧૦૫૪૩ આંખના, ઓર્થોપેડીક, ગાયનેક, ન્યુરો, યુરોલોજીસ્ટ, જનરલ કાન નાક ગળાના ઓપરેશન થયાઃ આજ સુધી માં ૭૯૮૦ દર્દીઓ એ ઈમરજેંસી વિભાગ મા સારવાર લીધીઃ જરૂરિયાત મંદ દર્દીઓને ૨,૮૮,૪૧,૩૫૭ રૂા. ની આર્થિક રાહત આપવામાં આવીઃ દાખલ દર્દીઓ ને વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે : પંચનાથ હોસ્પિટલનું સૂત્ર છે ‘‘જો નિદાનથી મટે તો ગોળી નથી આપવી'' ‘‘જો ગોળીથી મટે તો ઈન્જેકશન નથી આપવું'' ‘‘જો ઈન્જેકશનથી મટે તો બાટલો નથી ચડાવવો'' ‘‘જો બાટલા થી મટે તો દાખલ નથી કરવા'' ‘‘જો દાખલ થવાથી મટે તો OPERATION નથી કરવું.'' : સૌરાષ્ટ્રની સેવાકીય હોસ્પિટલ કે જ્યાં દાખલ દર્દીને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફયુઝન પમ્પ, સિરીંજ પમ્પ અને મેડિકલ મોનિટરની સારવાર/સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે' : કોરોનાકાળ દરમિયાન શ્રી પંચનાથ હોસ્પિટલની અભૂતપૂર્વ સેવાઃ જરૂરિયાતમંદ દર્દીઓની ૪૧ લાખની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી : ઈમરજન્સી વિભાગમાં ઈમરજન્સી ચાર્જ જ નથી, માત્ર ૩૦૦/- રૂપિયા ઈમરજન્સી વિભાગની ફી

રાજકોટઃ શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા માનવતાભરી આરોગ્ય સેવાઓ આપતાં સફળતાપૂર્વક
સેવાના પાંચ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની મધ્યમમાં આવેલ શ્રી પંચનાથ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતામાં સચોટ સારવાર અને સેવા અંગેની વિશ્વસનિયતા અને લોકપ્રિયતામા અવિરત વધારો થઈ રહ્યો છે. છેલા ૫ વર્ષથી કાર્યરત શ્રી પંચનાથ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના જટીલ દર્દીઓને સચોટ અને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. આજના સમયમાં લોકોમાટે મેડીકલક્ષેત્ર ખૂબ જ મોંઘુ થયુ છે જયારે કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ જાતની બીમારી આવે ત્યારે તેના માટે ઈલાજ કરાવવો ફરજિયાત બને છે આવા સમયે સૌરાષ્ટ્ર માટે આશાનું કિરણ એવી શ્રી પંચનાથ સાર્વજાનિક હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દી નારાયણને ટોકન દરે તપાસ કરવામાં આવે છે તેમ જ અનુભવી ડોકટરોની ટીમ દવારા જરૂરિયાત મુજબની સારવાર પણ ખુબ જ નજીવા દરે કરે છે. આ શ્રી પંચનાથ સાર્વજાનિક હોસ્પિટલ એ ખરેખર પંચનાથ મહાદેવની શ્રદ્ધાથી જોડાયેલી છે અને અતિ રાહત દરે આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવીએ પંચનાથ દાદાનાં આર્શીવાદ કહી શકાય. આ અવસરે હોસ્પિટલ દ્વારા સમાજ માટે કરવામાં આવેલી આરોગ્ય સેવાઓ, સિદ્ધિઓ અને અનોખી સારવાર પદ્ધતિ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે.
આ માનવતા આધારિત વિચારસરણી સાથે હોસ્પિટલ સતત સેવારત રહી છે. ડોક્ટરોની મજબૂત ટીમ અને અત્યંત રાહત દરે OPD સેવા શ્રી પંચનાથ હોસ્પિટલમાં વિવિધ તબીબી ક્ષેત્રોના કુલ ૪૬ ડોક્ટરો પૂર્ણ સમય માટે દરરોજ હાજર રહી પોતાની સેવાઓ પ્રદાન કરે છે. હોસ્પિટલની અનોખી અને સેવાભાવી OPD વ્યવસ્થામાં MBBS ડોક્ટર દ્વારા માત્ર રૂ. ૧૦માં દર્દીની તપાસ તથા નિદાન કરવામાં આવે છે અને ત્રણ દિવસની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
MD ડોક્ટર દ્વારા માત્ર રૂ. ૫૦માં દર્દીની તપાસ તથા નિદાન કરવામાં આવે છે, જ્યારે DM/MCh (સુપર સ્પેશિયાલિટી) ડોક્ટરો દ્વારા ગંભીર તથા જાટિલ રોગોના નિદાન માટે માત્ર રૂ. ૨૦૦ OPD ફી લેવામાં આવે છે. આ રીતે હોસ્પિટલ રાજકોટના તમામ વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવે છે.
પાંચ વર્ષના આરોગ્ય સેવાકીય આંકડા
છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન કુલ ૨૨,૦૪,૯૮૩ દર્દીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી છે, જે સરેરાશ રોજના ૧,૪૫૧ દર્દીઓ થાય છે.
કુલ ૧૪,૩૩૮ દર્દીઓ દાખલ થઈ અત્યંત રાહત દરે સારવાર મેળવી છે.
કુલ ૧૦,૫૪૩ ઓપરેશનો કરવામાં આવ્યા છે, જેમાં આંખ, ઓર્થોપેડિક, ગાયનેક, ન્યુરોલોજી, યુરોલોજી તથા
જનરલ, કાન-નાક-ગળાના ઓપરેશનોનો સમાવેશ થાય છે.
કુલ ૭,૯૮૦ દર્દીઓએ ઇમરજન્સી વિભાગમાં સારવાર લીધી છે.
ઞ્જ આર્થિક રાહત અને માનવતાભરી સેવાઓ
છેલ્લાં પાંચ વર્ષમાં શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા દર્દીઓને કુલ રૂ. ૨,૮૮,૪૧,૩૫૭/- જેટલી આર્થિક રાહત આપવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે.
ઞ્જ વિનામૂલ્યે આધુનિક તબીબી સુવિધાઓ
શ્રી પંચનાથ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એવી સેવાકીય હોસ્પિટલ છે, જ્યાં દાખલ દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફયુઝન પંપ, સિરીંજ પંપ તથા મેડિકલ મોનિટર જેવી અદ્યતન તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે.
ઞ્જ કોરોનાકાળ દરમિયાન અભૂતપૂર્વ સેવા
કોરોનાકાળ દરમિયાન શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને અંદાજે રૂ. ૪૧ લાખની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી, જે હોસ્પિટલની માનવતાભરી સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.
ઞ્જ ઇમરજન્સી વિભાગ વિશેષ નોંધ
શ્રી પંચનાથ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ફી લેવામાં આવતી નથી. ઇમરજન્સી વિભાગ અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, મેડિકલ મોનિટર, એક્સ-રે મશીન, ECG મશીન તેમજ તમામ આવશ્યક જીવનરક્ષક દવાઓ સાથેની મેડિકલ ઇમરજન્સી ક્રેશ કાર્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત, ઇમરજન્સી વિભાગના દરેક બેડ પર ૨૪સ૭ ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ છે.
ઞ્જ ટ્રસ્ટીઓની સક્રિય ભૂમિકા અને સમર્પણ
શ્રી પંચનાથ હોસ્પિટલના સર્વાંગી વિકાસ પાછળ પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગ માંકડ (મો. ૯૮૨૪૪ ૦૭૮૩૯), શ્રી મયુર શાહ, શ્રી ધરમેન્દ્રભાઈ મહેતા, શ્રી મહેન્દ્રસિહ ગોહેલ, શ્રી વસંતભાઈ જસાણી, શ્રી નીરજ પાઠક, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી નીતીનભાઈ મણીયાર, શ્રી અનીલભાઈ દેસાઈ, ડો. રવિરાજ ગુજરાતી તથા નીખીલ મહેતા, શ્રી નારાયણલાલ લાલકીયા હોસ્પિટલના કાર્યોમાં સક્રિય રીતે જોડાયેલા છે. તમામ ટ્રસ્ટીઓ પોતાનો કિમતી સમય અને સમર્પણ આપીને સેવા કરે છે, જેના પરિણામે ટ્રસ્ટ અને હોસ્પિટલનો નોંધપાત્ર વિકાસ શક્ય બન્યો છે.










