<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જંગલેશ્‍વરના દબાણો અંગે આજે છેલ્લુ હિયરીંગઃ ૩પ૦ લોકોને બોલાવાયાઃ ર૦૦ હાજર થયાઃ હવે ૩ થી ૪ દિવસ કલમ-૬૧ મુજબ હુકમો

જંગલેશ્‍વરમાં વિવિધ વિસ્‍તારો-સોસાયટીમાં ૧૩૦૦ થી વધુ મકાન ધારકોને સરકારી જમીન પર દબાણ અંગે પૂર્વ વિસ્‍તારના મામલતદાર દ્વારા નોટીસો અપાયેલઃ જેમાં ગેરહાજર રહેનાર ૩પ૦ લોકોનું આજે છેલ્લું હિયરીંગ રખાયું છેઃ અધીકારી સુત્રોના કહેવા મુજબ ર૦૦ લોકો હાજર થયા છેઃ આ ૧૩૦૦ થી વધુ લોકો પાસે માત્ર વેરાબીલ-લાઇટબીલ પુરાવા રૂપે મળ્‍યા છે, મહત્‍વના કોઇ પૂરાવા ન હોય, આજે સુનાવણી બાદ ૩ થી ૪ દિવસમાં કલમ-૬૧ મુજબ હુકમો થશે, બાદમાં કલમ ર૦ર હેઠળ નોટીસો આપી ઓપરેશન હાથ ધરાશે.

(3:21 PM IST)