<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ભીમનગરમાં મકાનમાં તીનપતી રમતા ૧૧ ઝડપાયા

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.પી. ચોૈહાણ તથા સ્‍ટાફનો દરોડોઃ રૂા. ૧૦ હજાર મતા કબ્‍જે

રાજકોટ, તા.૧૯: નાનામવા પર આવેલા ભીમનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી મકાનમાં તીનપતીનો જુગાર રમતા ૧૧ શખ્‍સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ભીમનગર શેરી નં.૫માં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના પી.એસ.આઇ. એસ.પી.ચોૈહાણ તથા કોન્‍સ બળભદ્રસિંહ જાડુજા સહિતના સ્‍ટાફે દરોડો ભીમનગર શેરી નં.૫માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગારરમતા મકાન માલીક કમલેશ ભનુભાઇ વઢીયારા, ભીમનગર શેરી નં.૩ના ગોવિંદભાઇ બેચરભાઇ પરમાર, ભીમનગર શેરી નં.૨ના પ્રકાશ કરશનભાઇ પાંચ, શેરીનં. ૫ના રમેશ બચુભાઇ રાઠોડ, શેરીનં.૬ના લક્ષ્મણભાઇ હરીભાઇ ઝાલા, મોહન વશરામભાઇ વાઘેલા, શેરીનં.૨ના કુલદીપ બાબુભાઇ શેખવા, શેરીનં. ૫ના નારણ રાયચંદભાઇ વાઘેલા, પ્રેમજી મોતીભાઇ જાદવ અને વેરશી શંકરભાઇ મહેરીયાને ે પકડીલઇ રૂા.૧૦૯૪૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(3:18 PM IST)