<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

આજીડેમ ચોકડી પાસે યુપીના મહિલાના રૂા.૭ હજારના મંગળસુત્રની ચીલઝડપ

સુંદરમપાર્કમાં રહેતા લક્ષ્મીબેન ચોૈહાણની આજીડેમ પોલીસમાં બે શખ્‍સો સામે ફરિયાદ

રાજકોટ, તા.૧૯: શહેરમાં આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર સુંદરમપાર્કમાં ચાલીને જઇ રહેલી મહિલાના ગળામાં ઝોંટ મારી રૂા.૭ હજાર કિંમતનું મંગળસુત્ર ઝુંટવી બે શખ્‍સો બાઇક પર નાસી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઉતરપ્રદેશના ઢાઢાચવર ગામના વતની હાલ આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે સુંદરમપાર્ક શેરીનં.૩માં રહેતા લક્ષ્મીબેન ચંદનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૫)  ગત તા. ૧૧ના રોજ પોતાના ઘરેથી નીકળી ચાલી ને જતા હતા. ત્‍યારે બે શખ્‍સ બાઇક પર પાછળથી આવી મહિલાના ગળામાં ઝોંટ મારી ગળામાં પહેરેલુ રૂા.૭૫૦૦ની કિંમતનું સોનાનું મંગળસુત્ર ઝુંટવી નાશીગયા હતા. બનાવ બનતા મહિલાએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસમાં જાણ કરતા આજીડેમ પોલીસે સ્‍થળપર પહોંચી મહિલાની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી હેડકોન્‍સ. વાય.એન. જાડેજાએ તપાસ હાથધરી છે.

(3:19 PM IST)