<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

શહેરમાં શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૧૭પર દર્દીઃ મચ્‍છરજન્‍ય રોગના સતત ર૧ દિ'થી કેસ નહીં!

મનપા દ્વારા ૧૭૪૩૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૩૩ર રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧ર૧ને નોટીસ

રાજકોટ, તા. ૧૯ : શહેરમાં ઠંડી વચ્‍ચે રોગચાળાનો પગપેસારો ઘટયો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૭પર થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના  કેસ નોંધાયા નથી. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧ર થી ૧૮ જાન્‍યુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૭પર થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૪૭ તેમજ સામાન્‍ય તાવના ૬રપ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૭૯ તથા  ટાઇફોઇડના ૧ સહિત કુલ ૧૭પર થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૧૬૧ તેમજ સામાન્‍ય તાવના ર૧૪૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૨૧૨ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના પ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ  ૧ર૧ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૪૩૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૩ર ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૩૪ર થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧ર૧ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(3:21 PM IST)