<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સંસ્‍કૃતભવન દ્વારા પોૈરાણીક સાહિત્‍યમાં ભારતીય જ્ઞાન પરંપરાની કાર્યશાળા

 

રાજકોટઃ અનુસ્‍તાનક સંસ્‍કળત ભવન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શૈક્ષણિક અભ્‍યાસને પ્રોત્‍સાહન આપવા  હેતુસર‘‘પૌરાણિક સાહિત્‍યમાં ભારતીય જ્ઞાન પરંપરા'' વિષયક બે દિવસીય રાષ્‍ટ્રીય કાર્યશાળા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ભારત સરકારની PM-USHA યોજના અંતર્ગત Multi-Disciplinary Education and Research University (MERU) તરીકે પસંદ થયેલી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સંસ્‍કળત વિભાગ દ્વારા બે દિવસીય અર રાષ્‍ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કાર્યશાળાના ઉદઘાટન સમારંભમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનામાં કુલપતિ પ્રો. ઉત્‍પલ જોષી ે. પ્રો. સંજીવકુમાર શર્મા, પૂર્વકુલપતિશ્રી, સેન્‍ટ્રલ યુનિવર્સિટી, મોતીહારી(બિહાર) પ્રો. શાંતિલાલ સાલવી. સંસ્‍કળત વિભાગ, દિલ્‍હી વિશ્વવિદ્યાલય, પ્રો. કૌશલ પંવાર, આચાર્ય, સંસ્‍કળત અનુશાસન, માનવિકી વિદ્યાપીઠ, IGNOU, નવી દિલ્‍હી, ડો. મનીષભાઈ  ધામેચા, કુલસચિવ વિશેષ ઉપસ્‍થિતિ રહયા હતા.

અનુસ્‍નાતક સંસ્‍કળત વિભાગના અધ્‍યક્ષ તથા આયોજન સમિતિના સભ્‍યો દ્વારા મહેમાન વિદ્વાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જણાવવામાં આવ્‍યું હતું કે સરકાર દ્વારા PM-USHA યોજના હેઠળ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને MERU તરીકે માન્‍યતા મળી છે તે યુનિવર્સીટી માટે ગૌરવની બાબત છે.

બે દિવસીય કાર્યશાળા દરમ્‍યાન પૌરાણિક સાહિત્‍યમાં રહેલી ભારતીય જ્ઞાન પરંપરા, વૈદિક-પૌરાણિક વિચારધારા, ભારતીય તત્‍વચિંતન, નૈતિક મૂલ્‍યો, સંસ્‍કળતિ અને આધુનિક સમાજમાં તેની પ્રાસંગિકતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ યોજાઈ હતી. વિવિધ સાત સત્રોમાં વિદ્વાનોના વક્‍તવ્‍યો રજૂઆત, વિચારવિમર્શ અને પ્રશ્નોત્તરી દ્વારા વિષયને વિશદ રીતે સમજાવવામાં આવ્‍યો હતો.

કાર્યશાળાના સમાપન સમારંભમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના પૂર્વ કુલપતિશ્રી વૈધ સંજીવભાઈ ઓઝા ઉપસ્‍થિત રહી બૌદ્ધિક જ્ઞાન આપ્‍યું કાર્યશાળાના સંયોજિકા તરીકે અનુસ્‍નાતક સંસ્‍કળત ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મુલાકાતી અધ્‍યાપક ડો. શારદાબહેન રાઠોડે સફળતા પૂર્વક કર્યું હતું.

કાર્યશાળાને સફળ બનાવવામાં કુલપતિશ્રીના સીધા માર્ગદર્શનમાં અનુસ્‍નાતક સંસ્‍કળત ભવનના અધ્‍યક્ષ પ્રો. રાજાભાઈ કાથડ અને કાર્યશાળાની સમિતિના સદસ્‍યો ડો. ટી.એલ. શ્રીમાળી, ડો. બી.પી.મોરી, ડો.એચ.જી.અગ્રાવત, ડો.જી.એસ.બોરીચા, ઉપરાંત ભવનના વહીવટી સ્‍ટાફ શ્રીહિરલ બહેન ડોબરિયા, જાગળતિબહેન મોરબીયા, રીનાબહેન  ભવનના PG છાત્રો તેમજ ડો.આંબેડકર ચેરનો સમગ્ર સ્‍ટાફ ડો. રવી ધાનાણી, ડો. મુકેશ ચૌહાણ, ડો. કાન્‍તિલાલ, ડો.વીનેશ, ડો.પ્રકાશ સાકળીયા એ જહેમત ઉઠાવી હતી.

(3:39 PM IST)