<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ફન સ્‍ટ્રીટઃ મોટેરાઓએ ફરી બાળપણ માણ્‍યું, બાળકોએ દેશી રમતો રમી

મનપાના સહયોગથી ‘મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ' દ્વારા રેસકોર્ષ ખાતે હેપ્‍પી સ્‍ટ્રીટ યોજાઈઃ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો બહોળી સંખ્‍યામાં જોડાયા

રાજકોટઃ મહાનગરપાલિકાના સહયોગથી ‘મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ' દ્વારા ગઇકાલે રવિવારના રોજ સમય સવારે ૦૮ કલાક થી ૧૦ કલાક સુધી, ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સામે, રેસકોર્સ ખાતે ‘‘હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)'' યોજાઈ હતી. આ ‘હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)'માં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ ઉપસ્‍થિત રહી સૌનો જુસ્‍સો વધાર્યો હતી અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

આજના મોબાઇલ યુગમાં જ્‍યારે મોટાભાગના લોકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્‍યારે આપણી વિસરાય ગયેલ શેરી રમતોને પુનઃજીવિત કરવા માટે આ રમતો આ ફન સ્‍ટ્રીટમાં જોવા મળી. જેમાં મ્‍યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)માં જોવા મળી હતી જેનો બહોળી સંખ્‍યામાં બાળકો અને નાગરિકોએ લાભ લીધો હતો.

આ હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)ને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્‍યુનિ. કમિશનર તેમજ ‘મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ' (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના વિવિધ સભ્‍યો જહેમત ઉઠાવી હતી.

આ ‘‘હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)''માં મેયર નયનાબેન પેઢડીયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

‘‘હેપ્‍પી સ્‍ટ્રીટ (ફ્‌ન સ્‍ટ્રીટ)''માં રાખવામાં આવેલ તમામ રમતનો શહેરીજનોએ ખુબ જ લાભ લીધો હતો અને પોતાનો જુસ્‍સો-ઉમંગ રમતમાં દર્શાવ્‍યો હતો. બાળકોથી લઈને મોટી ઉંંમરના તમામ લોકોએ પોતાનું બાળપણ યાદ કરીને રમતમાં ભાગ લીધો હતો.

(4:06 PM IST)