હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેસકોર્ષ મેદાનમાં ‘ટ્રેડ ફેર ૨૦૨૬'નો પ્રારંભ

રાજકોટઃ રેસકોર્સ મેદાનમાં માઈક્રોફાઇન ઘરઘંટી પ્રસ્તુત ટ્રેડ ફેર - ૨૦૨૬નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂકયો છે.૧૭ જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ ફેરનો રાજકોટવાસીઓ મન ભરીને લુફત ઉઠાવશે. ટ્રેડ ફેરનું ઉદઘાટન BAPS સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી અપૂર્વમુની સ્વામી, સ્વરૂપનિષ્ઠ સ્વામી અને વિશ્વબંધુ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ચંદુભા પરમાર, ધૈર્ય પારેખ, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, નિખિલ ગોહેલ, માધવભાઈ જસાપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ ખાતે આ ફેરનો લાભ લઇ શકશે. આ ઉપરાંત બાળકો માટે અવનવી રાઇડ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામાંકીત કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.ટ્રેડ ફેરની મુલાકાત બપોરે ૩ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘર વપરાશ ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેર નુ આકર્ષણ એવા સાંસ્કળતિક પ્રોગ્રામોનુ રોજે રોજ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાશે. રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કળષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા અને સાગર ઠક્કર દ્વારાકરવામાં આવ્યું છે. વધુને વધુ લોકોએ ટ્રેડ ફેરની મૂલાકાત લેવા અનુરોધ કરાયો છે.










