તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Monday, 19th January 2026
પશ્ચિમ વિસ્તારની ર૮ સોસાયટીઓમાં અશાંતધારાની મુદત વધુ પ વર્ષ લંબાવાઇઃદર્શીતાબેનની સફળ રજૂઆત
ર૦૩૧ સુધી અશાંતધારો લાગુ રહેશેઃ મિલ્કતનું વેચાણ-ટ્રાન્સફર કરતા પહેલા કલેકટરની મંજૂરી લેવી ફરજીયાત

રાજકોટઃ શહેરના પヘમિ વિધાનસભા વિસ્તારમ્ાં સામાજિક સૌહાર્દ જાળવી રાખવા અને મિલકતોના ગેરકાયદેસર હસ્તાંતરણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી કુલ ૨૮ જેટલી સોસાયટીઓમાં‘અશાંતધારા' (Disturbed Areas Act) ની મુદત આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૩૧ સુધી લંબાવી દેવામાં આવી છે.
રાજકોટ પヘનિા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે આ વિસ્તારના રહીશોની લાગણી અને સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆત કરી હતી. રહીશોની માંગ હતી કે આ સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારાની મુદત પૂરી થતા તેને આગળ વધારામાં આવે, જેથી વિસ્તારની વસ્તીવિષયક સમતુલા ખોરવાય નહીં. ડો. દર્શિતાબેન શાહની આ રજૂઆતનો મખ્યમંત્રી અને ગળહ વિભાગે સકારાત્મક -પ્રિતસાદ આપી મુદત લંબાવવા પર મંજૂરીની મહોર ાારી દીધી છે.
અગાઉ જાહેર કરેલા તમામ વિસ્તારોમાં હવે વર્ષ ૨૦૩૧ સુધી આ ધારો અમલી રહેશે.
આ ૨૮ સોસાયટીઓમાં મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર કરતા પહેલા કલેક્ટરની મંજૂરી મેળવવી અનિવાર્ય બનશે, જે ગેરકાયદે દબાણો કે દબાવમાં થતા સોદાઓને રોકવામાં મદદરૂપ થશે.
આ નિર્ણયથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.
પヘમિ વિધાનસભા હેઠળ આવતી અંદાજે ૨૮ જેટલી મુખ્ય સોસાયટીઓ અને તેની આસપાસના વિસ્તારો આ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અશાંતધારો અમ્લી હોવાથી કોઈ પણ પક્ષ એકબીજાની મિલકત વહીવટી પ્રક્રિયા વિના સીધી રીતે ખરીદી શકશે નહીં, જે શાંતિ જાળવી રાખવા માટે પાયારૂપ માનવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, આ મ્ુદ્દત પૂર્ણ થતા જમીનમ્કાનના દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામ્ાં આવી હતી. હવે અહીં વધુ ૫ વર્ષ માટે અશાંતધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે, જેથી અહીં મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી વિના જમ્ીન-મ્કાનની લે-વેંચ નહીં થઈ શકે. આ નિર્ણયની સામાન્ય લોકોને કેવી અસર થશે એક પ્રશ્ન છે. આ અંગે ધારાસભ્ય દ્વારા વિગતો શેર કરવામાં આવી છે.
કઈ કઈ સોસાયટીમાં આ અશાંતધારાની મુદ્દત વધારાઈ
ડૉ. દર્શિતાબેન શાહએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં વોર્ડ નં.૨ની છોટુનગર કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, સ્વસ્તિક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્ય સિધ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજલી સોસાયટી, કળષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઈન્કટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી સહિતના ૨૮ સોસાયટી વિસ્તારામ્ાં સામાજીક સંતુલન જળવાય રહે અને મિ્લ્કતોના ખરીદ-વેચાણમાં ગેરરીતિ અટકાવવાના ઉદ્દેશ સાથે અશાંતધારો લાગુ કરવાશ્ર્ાં આવ્યો હતો.
અશાંતધારાને લંબાવવાનું નોટિફિકેશન જાહેર
આ વિસ્તારોની મુદ્દત ગત ૧૩ જાન્યુઆરીના વિધિવત રીતે પૂર્ણ થઇ ગઈ હતી. જે માટે છેલ્લા ૬ માસથી થઈ રહેલી રજૂઆત બાદ ૧૭ જાન્યુઆરીએ ગળહ વિભાગ દ્વારા આ ૨૮ સોસાયટીની અશાંતધારાની મુદ્દત ૧૬ જાન્યુઆરી, ૨૦૩૧ સુધી લંબાવવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ન્યુ રાજકોટની ૨૮ સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત ગત ૧૩ જાન્યુઆરીના પૂર્ણ થતાં આ સોસાયટી વિસ્તારના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી પર તાબડતોબ બ્રેક મારી દેવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા ૨૮ સોસાયટીના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી હાલ તૂરંત નહીં કરવા માટે સબ રજીસ્ટ્રારને પણ તાકિદ કરી દેવામાં આવી હતી.
(4:29 PM IST)










