હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શંખેશ્વર તીર્થે જૈનાચાર્ય પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા તિથિ : ગાયોને લીલા શાકભાજી ખવડાવાયા

રાજકોટ : વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં ગાયોને માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની ૫૦મી દીક્ષા તિથિ નિમિત્તે ૫૦૦ કિલો લીલા શાકભાજી ખવડાવામાં આવેલ.આવા જીવદયાના અવસરે પૂજય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે જીવદયા જૈન ધર્મનો આત્મા જીવદયા જૈન ધર્મનું હૃદય અને આત્મા છે.જૈન દર્શન અનુસાર જગતમાં રહેલો દરેક જીવ સૂક્ષ્મ કે સ્થૂલ આત્માવાન છે અને સુખ-દુઃખની અનુભૂતિ કરે છે.તેથી કોઈપણ જીવને મન,વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું એ જ સાચી ધર્મ સાધના છે.ૅઅહિંસા પરમો ધર્મઃૅનો ઉપદેશ જીવદયાનો સર્વોચ્ચ આધાર છે.જૈન ધર્મમાં જીવદયા માત્ર ભાવના નહીં,પરંતુ વ્યવહારિક જીવનપદ્ધતિ છે.પાણી ગાળવું,સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું,અનાવશ્યક હિંસા ટાળવી, પ્રાણીઓની સેવા કરવી.આ બધાં નિયમો જીવદયાને દૈનિક જીવનમાં ઉતારવા માટે છે.જીવદયાથી કરાયેલું દાન અને તપ આત્માને શુદ્ધ કરે છે અને કર્મબંધન ઘટાડે છે. લીલા શાકભાજી નો લાભ લેનાર એક પરમ ગુરુભક્ત પરિવારઆ ગૌશાળામાં પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ પધારેલ અને તમામ ગાયોને નવકાર મંત્ર સાંભરાવેલ.સાથે પૂ.સાઘ્વીજી ભગવંતો પણ પધારેલ.આ અવસરે શ્રીમતિ અરુણાબેન પટેલ (પી.આઈ-શંખેશ્વર પોલીસ) થરા પાંજરાપોળના ટ્રસ્ટી પ્રવીણભાઈ પાંચણી,રાજુભાઇ જોષી,સુનિલભાઈ રાવલ,જનકભાઈ બારોટ,અજીતસિંહ વાઘેલા,રવિભાઈ શર્મા,ભાવેશભાઈ જાડેજા,કિશનજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી ગાયોને લીલા શાકભાજી ખવડાવેલ.










