<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મનપા દ્વારા ૧૬ સફાઈ કામદારના વારસદારને ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંકપત્ર એનાયત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ચાલુ ફરજ દરમ્‍યાન અવસાન પામેલ ૧૬ સફાઈ કામદારના વારસદારને ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંકપત્ર મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયાના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારને વખતોવખત તેઓની કામગીરી બદલ ૅબેસ્‍ટ સફાઈ કામદાર એવોર્ડૅ પણ આપવામાં આવે છે.

(4:09 PM IST)