<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મનપાની બજેટ અંગે બેઠક બોલાવતા સ્‍ટે. ચેરમેન

 

રાજકોટ :.. મનપામાં બજેટની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચૂકયો છે. તંત્ર દ્વારા તમામ વિભાગો પાસેથી ખર્ચ - આવકની વિગતો મંગાવતા મોટા ભાગનાએ માહિતી આપી દિધી છે. જો કે ગત વર્ષના બાકી કામોની સમીક્ષા કરાશે.

જે અંગે સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે સાંજે પ વાગ્‍યે કમિશનર હોલમાં બેઠક બોલાવી છે. જેમાં પ પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ, મ્‍યુ. કમિશનર, ડીએમસી ઇજનેરો હાજર રહેનાર છે.

આ બેઠકમાં બજેટ આપ્‍યા પછી શું કર્યુ તે અંગેની અધિકારીઓ ગંભીરતા લેતા ન હોય તેની ચર્ચા થશે. ઉપરાંત ગત બજેટના કેટલા કામ પુરા થયા અને કેટલા બાકી છે તે અંગે માહિતી લેવાશે, ઉપરાંત આગામી બજેટ પહેલા ર મહિનામાં કેટલું કામ થશે તેના જવાબો મંગાશે

(4:10 PM IST)