<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

આબુમાં ૩૦મીથી બે દિવસ હેલ્‍થ સાઇન્‍સ લાઇબ્રેરી એસો.ની રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ : મેડીકલ લાઇબ્રેરીયનો ભાગ લેશે

ડીઝીટલાઇઝેશન એન્‍ડ રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર ધ ડેવલોપમેન્‍ટ ઓફ ડીફરન્‍ટ સેકટરર્સ વિષય પર થશે ચર્ચા : શ્રેષ્‍ઠ સંશોધન પેપર્સને એવોર્ડ

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. રાજેશ ત્રિવેદી, ડો. દીલીપભાઇ ભટ્ટ, ડો. કિશોર સાકરીયા, ડો. વર્ષાબેન જોશી, ડો. અશોક પરમાર, હિરેન ભટ્ટ, પ્રજ્ઞેશ વ્‍યાસ, પ્રિયલ ચૌહાણ, ચેતન ગોહિલ, વિકાસ ત્રિવેદી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૯ : હેલ્‍થ સાયન્‍સ લાઇબ્રેરી એસોસીએશનની રાષ્‍ટ્રીય કક્ષાની ત્રીજી કોન્‍ફરન્‍સ આગામી તા. ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીના આબુ ખાતે યોજવામાં આવી છે.

‘અકિલા' ખાતે આ કોન્‍ફરન્‍સ વિષેની વિગતો વર્ણવતા લાઇબ્રેરી એસો.ના સભ્‍યોએ જણાવ્‍યુ હતુ કે તા.૩૦-૩૧ જાન્‍યુ - ૨૦૨૬ ના રોજ માધવ યુનિવર્સિટી આબુ રોડ ખાતે યોજવામાં આવનાર  આ કોન્‍ફરન્‍સમાં સમગ્ર ભારત ભરમાંથી એઇમ્‍સ, મેડિકલ કોલેજ, મહાવિધ્‍યાલય, પેરામેડિકલ યુનિવર્સિટી લાઇબ્રેરીયન ઉપસ્‍થિત રહેશે.

જેની થીમ ડીઝીટલાઇઝેશન એન્‍ડ રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર ધ ડેવલોપમેન્‍ટ ઓફ ડિફરન્‍ટ સેક્‍ટરર્સ ઇન વિકસિત ભારત - ૨૦૪૭  રાખવામાં આવેલ છે.

આ કોન્‍ફરન્‍સનો હેતુ લાઈબ્રેરી ડેવલોપમેન્‍ટ સાથે - સાથે વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત રાષ્‍ટ્રના વિકાસમાં લાઈબ્રેરી અને લાઇબ્રેરીયનનો રોલ વિકાસમાં તેમના જ્ઞાનની જે સિસ્‍ટમમાં જોડાનાર છે. તેના પર વાત થનાર છે.

કોન્‍ફરન્‍સમાં ભાગ લેનાર લાઇબ્રેરીયન પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરશે. જેમાં રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર હેલ્‍થ સાયન્‍સ રિસર્ચ એન્‍ડ ઇનોવેસન ૨૦૪૭ અંતર્ગત ડિજિટલ લાઇબ્રેરીસ ફોર ઇલુજીવ એજ્‍યુ. એન્‍ડ લાઈફલોંગ ર્લનિંગ, લાઈબ્રેરી એન્‍ડ ડિજીટલ હબ્‍સ ફોર હેલ્‍થ સાયન્‍સ ઇમપાવરમેન્‍ટ, સાઇબર સિકયુરિટી - ડેટા પ્રાયવેસી - એન્‍ડ ડિજીટલ એથીકસ ઇન લાઈબ્રેરી, નોલેજ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એન્‍ડ લાઈબ્રેરી પિલર્સ ઓફ વિકસિત ભારત જેવા અનેક અહમ થીમ્‍સ પર સંશોધન પેપર્સ રજૂ થશે. જેનું પબ્‍લિશીગ પણ ઇન્‍ટરનેશનલ જર્નલ્‍સમાં થશે.

જ્‍યારે કોન્‍ફરન્‍સ દરમ્‍યાન અલગ અલગ ૬ રાષ્‍ટ્રીય કક્ષાના એવોર્ડ પણ એનાયત થનાર છે. આ અંગે મળેલ સંશોધન પેપરનું નોટિફિકેશન  તા. ૨૦ ના પ્રસિદ્ધ થશે અને ફાઇનલ પ્રોસિડિંગનું રૂપ ૨૫ જાન્‍યુ. ૨૦૨૬ ના જાહેર કરવામાં આવશે.

આ કોન્‍ફરન્‍સ ઓર્ગેનાઈજર સેક્રેટરી તરીકે ડો. સંજય શર્મા- માધવ યુનિવર્સિટિ, આબુ - ડો. રાજેશ એચ. ત્રિવેદી- પી ડી યુ મેડિકલ કોલેજ રાજકોટ, ડો. સંદીપકુમાર-એઇમ્‍સ મેડિકલ કોલેજ -ઋષિકેશ, શ્રી એચ ડી. પોરધિયા-બી જે મેડિકલ કોલેજ અમદાવાદ, કાર્યરત છે. જ્‍યારે કોન્‍ફરન્‍સ કમિટીમાં ડો. ભારતી દેસાઇ-આબુ, ડો.ડુંગરસિંધ-આબુ, ડો. સંજય લિંબાચીયા-અમદાવાદ, ડો. શામજી પરમાર-સુરેન્‍દ્રનગર, ડો.જ્‍યોત્‍સના સુથાર-અમદાવાદ. ડો.અંજના બારોટ - ગાંધીનગર જોડાયેલ છે.

વિશેષ માહિતી માટે ડો. સંજીવ શર્મા - ૯૪૨૬૪૩૪૯૬૨ અને ડો. રાજેશ એચ. ત્રિવેદી -૯૮૯૮૦૨૭૫૧૪ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

 

(4:10 PM IST)