તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 19th January 2026
ધારાસભ્ય ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી રેલનગર વિસ્તારોમાં રબ્બર બ્લોકના કામનો પ્રારંભ : મહેમાનોના હસ્તે ખાતમુહુર્ત

રાજકોટ : વિધાનસભા-૬૮માં વોર્ડ-૩ માં ધારાસભ્યશ્રી ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી રેલનગરની વિવિધ સોસાયટીઓ મોહન પાર્ક, સમર્પણ પાર્ક, અમળત પાર્ક ૧/૨ તથા પ્રમુખ સ્વામી પાર્ક સોસાયટીઓના સાર્વજનિક પ્લોટમાં રબ્બર બ્લોકનું ખાતમુર્હુત કામ ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે અને મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, વોર્ડના કોર્પોરેટરો અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, વોર્ડ પ્રભારી પુર્વેશ ભટ્ટ, વોર્ડ પ્રમુખ રણધીર સોનારા, પૂર્વ વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમના પ્રારંભે વિસ્તારની બાળાઓ ધ્વારા ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનોને કુમકુમ તિલક કરી તેમજ સ્થાનીક અગ્રણીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનહિતકારી યોજનાઓને કારણે દેશ, રાજયના સર્વાગિ વિકાસને નવી દિશા મળી રહી છે. લોકોની પ્રાથમિક સુવિધાને લગતા વિવિધ વિકાસ કાર્યો થકી ભારતીય જનતા પાર્ટીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ'નો સંદેશ વધુ મજબૂત બને છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા પેવર કામ, સી.સી. રોડ, પેવિંગ બ્લોક અને ડામર રોડ, રબ્બર બ્લોક સહિતના અનેક માર્ગ વિકાસના કામો વેગવંતા બન્યા છે અને રાહદારીઓની રોજિંદી અવર-જવર વધુ સરળ,સુરક્ષિત અને આરામદાયક બની રહી છે. વિધાનસભા-૬૮માં વોર્ડ-૩ના રેલનગરમાં વિવિધ સોસાયટીઓના સાર્વજનિક પ્લોટમાં રબ્બર બ્લોક કામથી સાર્વજનિક પ્લોટો સામાજિક, સાંસ્કળતિક અને આરોગ્યલક્ષી પ્રવળતિઓ માટે વધુ ઉપયોગી બનશે તથા વિસ્તાર વધુ સ્વચ્છ અને સુવિધા સંપન્ન બનશે. આ ખાતમુર્હુત પ્રસંગે વોર્ડ-૩માં વોર્ડના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ તથા સ્થાનીક લતાવાસીઓ સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
(4:10 PM IST)










