News of Monday, 19th January 2026
વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ ડામરથી મઢાશે : કામનો પ્રારંભ
ડો.દર્શિતાબેન શાહ, દેવાંગભાઇ માંકડ, નેહલ શુકલ, જયશ્રીબેન ચાવડા, કૌશીકભાઇ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ ખાતે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, મહામંત્રી દિપકભાઈ પારેખ, પાર્થરાજસિંહ ચૌહાણ, શૈલેષભાઈ હાપલીયા, ઉમેશભાઈ જે.પી., કૌશિકભાઈ ચાવડા, ગોપાલભાઈ બોરાણા, જયપાલસિંહ રાઠોડ, રાજુભાઈ મુંધવા, ઈશ્વરભાઈ જીતિયા, પ્રવિણભાઈ ચાવડા, કિરીટભાઈ પાંધી, કમલેશભાઈ હિંડોચા, નિકુંજભાઈ વૈધ, અશોકભાઈ સામાણી, અમિતભાઈ મણીઆર, કેતનભાઈ ભટ્ટ, રીપલભાઈ મહેતા, જયુ ગમારા, જીગર ભટ્ટ, લલિતભાઈ, રાજુભાઈ માસ્તર, નૈમિષભાઈ કેસરીયા તથા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ
(4:11 PM IST)










