News of Monday, 19th January 2026
‘મિની ઇન્ડિયા'ના જનાદેશથી દેશભરમાં કેસરિયો : મુંબઈમાં કમળ ખીલતા વિરોધીઓના સૂપડા સાફ : રાજુભાઈ ધ્રુવ
મુંબઈનો વિજય એ માત્ર પાલિકાની ચૂંટણી નથી, પણ વડાપ્રધાન મોદીની રાષ્ટ્રવાદી વિચારધારા પર જનતાની મહોર છે : સત્તા માટે સિદ્ધાંતો નેવે મૂકનારા અને ગુજરાતીઓની ઉપેક્ષા કરનારાઓને આત્મનિરીક્ષણ કરવાનો સમય પાકી ગયો છે : કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહની ‘ચાણકય નીતિ' અને સંગઠન શક્તિ સામે વિપક્ષી ગઠબંધન પત્તાના મહેલની જેમ ધરાશાયી

રાજકોટ : દેશના રાજકીય ઇતિહાસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ હવે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી પ્રચંડ જીતને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે ‘ઐતિહાસિક સીમાચિホ' ગણાવી છે. તેમણે આ ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મુંબઈ મહાપાલિકામાં ભગવો લહેરાયો છે તે સાબિત કરે છે કે પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર અને પારદર્શક શાસન પદ્ધતિ પર પોતાના અતૂટ વિશ્વાસની મહોર મારી દીધી છે.
‘મિની ઇન્ડિયા'નો અવાજ એટલે સમગ્ર ભારતનો અવાજ : ચૂંટણી પરિણામોનું રાષ્ટ્રીય ફલક પર વિશ્લેષણ કરતા રાજુભાઈ ધ્રુવે એક મહત્વપૂર્ણ મુદ્દા પર ભાર મૂકયો હતો કે, મુંબઈને માત્ર મહારાષ્ટ્રના એક શહેર તરીકે સીમિત ન કરી શકાય.
કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના નાગરિકોને સમાવતું મુંબઈ સાચા અર્થમાં ‘લઘુ ભારત' (મિની ઇન્ડિયા) છે. આ શહેરમાં ભારતની તમામ સંસ્કળતિ, ભાષા અને પરંપરાનો ત્રિવેણી સંગમ થાય છે. જ્યારે આવું વૈવિધ્યસભર મહાનગર એકી અવાજે ભાજપ તરફી મતદાન કરે છે, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે સમગ્ર દેશનો મિજાજ રાષ્ટ્રવાદ અને વિકાસવાદની સાથે છે. મુંબઈગરાઓએ અસ્થિરતા અને અરાજકતા ફેલાવવા માંગતા પરિબળોને જાકારો આપીને દેશની આગામી રાજકીય દિશા નક્કી કરી દીધી છે. ‘ચાણકય નીતિ' અને ‘ડબલ એન્જિન' સરકારનો વિજય આ વિજયનો શ્રેય નેતળત્વને આપતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, આ પરિણામો પાછળ કેન્દ્રીય ગળહમંત્રી અને ભારતીય રાજકારણના આધુનિક ચાણકય અમિતભાઈ શાહની સૂક્ષ્મ રણનીતિ (માઈક્રો મેનેજમેન્ટ) અને સંગઠન કૌશલ્યનો સિંહફાળો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતળત્વ હેઠળની ‘ડબલ એન્જિન' સરકારે જનતા સુધી વિકાસ પહોંચાડ્યો છે. વિપક્ષોના જૂઠાણા અને અપપ્રચાર સામે ભાજપના હજારો કાર્યકરોની તનતોડ મહેનત અને શિસ્તબદ્ધ આયોજને કેસરિયો લહેરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રાંતવાદ અને ભાગલાવાદી રાજનીતિને જડબાતોડ જવાબ : વિપક્ષી ગઠબંધન અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથ (યુ.બી.ટી.) પર આકરા પ્રહારો કરતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, વર્ષો સુધી મુંબઈ મહાપાલિકામાં ભ્રષ્ટાચાર આચરનારાઓએ પોતાની ખુરશી બચાવવા માટે ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી. તેમણે મરાઠી અને ગુજરાતીઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો હીન પ્રયાસ કર્યો હતો.
મુંબઈના ગગનચુંબી વિકાસમાં ગુજરાતીઓનો ફાળો પાયાના પથ્થર સમાન છે, છતાં રાજકીય રોટલા શેકવા માટે ગુજરાતીઓની જે રીતે સતત અવગણના અને અપમાન કરવામાં આવ્યું, તેને પ્રજાએ સહન કર્યું નથી. ગુજરાતી પ્રજા સ્વભાવે શાંત અને વેપારી વળત્તિની જરૂર છે, પરંતુ જ્યારે સ્વાભિમાનની વાત આવે ત્યારે તે લોકશાહી ઢબે સણસણતો જવાબ આપવાની તાકાત પણ ધરાવે છે.
ઉત્સવના ભોગે પણ મતદાન : ગુજરાતીઓની રાષ્ટ્રભક્તિ : મુંબઈમાં વસતા ગુજરાતીઓની એકતા અને સમર્પણ ભાવનાને બિરદાવતા રાજુભાઈ ધ્રુવે એક રસપ્રદ અને પ્રેરણાદાયી બાબત ટાંકી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ માટે મકરસંક્રાંતિ એટલે મહાપર્વ, પરંતુ આ વખતે મુંબઈના ગુજરાતીઓએ તહેવારની મોજમજાને ગૌણ ગણીને લોકશાહીના પર્વને પ્રાથમિકતા આપી હતી. અનેક પરિવારોએ બહારગામ જવાના કાર્યક્રમો રદ કરીને અથવા મુંબઈમાં જ રોકાઈને મતદાન કરવાની પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરી હતી. આ સમર્પણ દર્શાવે છે કે ભાજપ પ્રત્યેનો જનતાનો પ્રેમ અતૂટ છે.
અંતમાં, રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણ સહિતના શીર્ષ નેતળત્વને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, કેન્દ્ર અને રાજ્યમાં સમાન વિચારધારાવાળી સરકાર હોવાથી હવે મુંબઈનો વિકાસ બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધશે અને શહેર વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બનશે.
(4:41 PM IST)










