<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી પદે અશ્વિન બકુત્રાની વરણી

 

રાજકોટ તા. ૧૯: સતત ૨૦૦૨ ની સાલ થી કોંગ્રેસમા પાયાના કાર્યકર રહેલ અને  શહેર કોંગ્રેસ ના દરેક કાર્યક્રમો,રજૂઆતો ધરણા,ઉપવાસ વગેરે આંદોલનાત્‍મક કાર્યક્રમ માં સતત સાથે રહેતા તેમજ વોર્ડ નં.૧૩ માં કોંગ્રેસ કાર્યાલય ની દરેક મહત્‍વ ની જવાબદારી કુનેહ પૂર્વક નિભાવનાર અશ્વિન બકુત્રા ને કોંગ્રેસપ્રદેશ શીર્ષ નેતળત્‍વ અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા શહેર કોંગ્રેસ મંત્રી તરીકે ની નિમણૂક આપી છે. અશ્વિનભાઈ આહીર સેના જીલ્લા ઉપ પ્રમુખ છે સમાજ મા સારી નામના ધરાવે છે. રાષ્‍ટ્રહિત અને લોકહિત તેમના માટે સર્વો પરી છે.  સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અશ્વિનભાઈને (મો. ૮૦૦૦૦૦૦૪૩ર) શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(4:13 PM IST)