હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૂપિયા ૩.૭૫ લાખનો દારૂ ભરેલી કાર સાથે માનસરોવર સોસાયટીનો સંજય ઝડપાયો
એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી, હરેશભાઇ સહિતનો કાળીપાટની ચોકડીએ દરોડોઃ હિતેષભાઇ, નિખીલભાઇ, નિલેષભાઇની બાતમી

રાજકોટ તા. ૧૯: વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સને ૩.૭૫ લાખનો દારૂ ભરેલી ઇકો કાર સાથે ભાવનગર નવા ૧૫૦ રીંગ રોડ કાળીપાટ ચોકડી પાસેથી એલસીબી ઝોન-૧ ટીમે પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. નિખીલભાઇ પીરોજીયા, નિલેશભાઇ જમોડને બાતમી મળતાં કાળીપાટ ચોકડ પાસે ગોંડલ રોડ તરફના રસ્તે વોચ રાખી જીજે૦૩જેઆર-૩૬૫૫ નંબરની ઇકો કાર આંતરી લીધી હતી. તેની તલાસી લેતાં દારૂનો જથ્થો ભરેલો મળ્યો હતો. કારચાલકની પુછતાછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ સંજય રમેશભાઇ કાછડીયા (ઉ.વ.૪૦-રહે. માનસરોવર સોસાયટી-૨, ભાડેથી, આજીડેમ ચોકડી પાસે) જણાવ્યું હતું.
કારમાંથી રોયલ સ્ટેગના ૧૮૦ એમએલના ૨,૮૮,૦૦૦ના ૯૬૦ ચપલા, રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૭૨૦૦૦ના ૨૪૦ ચપલા અને રોયલ ચેલેન્જની ૭૫૦ એમએલની ૧૫૬૦૦ની ૧૨ બોટલો મળી આવતાં કુલ ૩,૭૫,૬૦૦નો દારૂ અને ૪ લાખની કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૭,૭૬,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, રવિરાજભાઇ પટગીર, કોન્સ. નીખીલભાઇ પીરોજીયા, નિલેષભાઇ જમોડ સહિતે આ કામગીરી કરી હતી. પ્રાથમિક પુછતાછમાં સંજય કાછડીયાએ કાળીપાટ પાસે એક શખ્સ હમ દારૂ ભરેલી કાર આપી ગયાનું રટણ કરતાં તેની પાસેથી વધુ વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.










