News of Monday, 19th January 2026
CEAT એ મલ્ટી-સ્ટેટ 59 MW હાઈબ્રિડ વિન્ડ-સોલર પ્રોજેક્ટ માટે CleanMax સાથે ભાગીદારી કરી

રાજકોટ તા.૧૯: ભારતની એક અગ્રણી ટાયર ઉત્પાદક કંપની CEAT એ CleanMax એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“CleanMax”) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતમાં CEAT ની હાલોલ સુવિધા તથા તમિલનાડુમાં કાંચીપુરમ સુવિધાને ગ્રુપ કેપ્ટીવ મોડલ અંતર્ગત 59 MW હાઈબ્રિડ વિન્ડ-સોલર પ્રોજેક્ટથી રિન્યુએબલ પાવર પ્રાપ્ત થશે.
આ પ્રોજેક્ટ્સ અંતર્ગત હાઈબ્રિડ સ્ટ્રક્ચરથી હવા અને સોલરના કોમ્પ્લિમેન્ટરી જનરેશન પ્રોફાઇલને લાભ મળશે, જેથી સતત એનર્જી આઉટપુટ અને વધારે પ્લાન્ટ લોડ ફેક્ટર (“PLF”) પ્રાપ્ત થશે. આ સાથે ગ્રિડ સ્ટેબિલિટી પણ વધશે, જે એનર્જીના વધારે વપરાશવાળા મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ માટે ખૂબ જરૂરી છે.
એકંદરે આ પ્રોજેક્ટ્સથી વાર્ષિક આશરે ૧૩.૫૮ કરોડ યુનિટ ક્લીન વીજળી બનવાની આશા છે. આ વીજળી ઉત્પાદનથી દર વર્ષે આશરે ૧,૦૦,૦૦૦ ટન CO2 ઉત્સર્જન ઓછું થવાનો અંદાજ છે, જે દર વર્ષે આશરે ૪૫ લાખ ઝાડ લગાવવાની સમકક્ષ છે. આ પ્રોજેક્ટથી CEAT માં ક્લીન વીજળીનો ઉપયોગ વધીને આશરે ૬૦ ટકા થઈ જશે.
આ પાર્ટનરશિપ અંગે ટિપ્પણી કરતાં CEAT ના પ્રોકયોરમેન્ટ બાબતના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રૂપેશ આર. એ જણાવ્યું હતું કે આ લાંબા ગાળાની ભાગીદારી CEAT ને ગુજરાત તથા તમિલનાડુમાં તેની રિન્યુએબલ એનર્જી ફુટપ્રિન્ટને મજબૂત કરવામાં મદદ કરશે. સસ્ટેનેબિલિટી CEAT ની લાંબા ગાળાની યોજના માટે એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને કંપની જવાબદારીપૂર્વક બિઝનેસ આગળ વધારવા પ્રતિબદ્ધ છે
(4:16 PM IST)










