<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

આંતરરાજય ગુનેગારો આડે સ્‍પીડ બ્રેકર મૂકવા ઇન્‍ટેલિજન્‍સની આપ લે કરી જોઇન્‍ટ પોલીસ ઓપરેશન કરવા ડો. કે એલ.એન.રાવ દ્વારા ગાઈડ લાઈન આપી દેવાઈ

વન ડે, વન ડિસ્‍ટ્રિક્‍ટ, ગુજરાતના પ્રત્‍યેક જિલ્લાના પડકારો સમસ્‍યાઓ જાણી ફટાફટ અમલ કરવાના પોલીસ મહાનિર્દેશકનો પ્રોજેક્‍ટ કાગળ પર રહેવાને બદલે દાહોદથી હકીકતમાં પરિણમ્‍યો પોલીસ ભવનના ટોચના અધિકારો સાથે રાખી સંબંધકર્તા તમામ જિલ્લાઓની જરૂરિયાતો પૂર્ણ થશે, લોકો માટે લડતા સિપાહીઓની સમસ્‍યાઓ પણ મુખ્‍ય પોલીસ વડા દ્વારા ધ્‍યાનથી સાંભળીઃ તાકીદે દરખાસ્‍તો તૈયાર કરી રિપોર્ટ કરવા પણ મિટિંગમાં જ સૂચનાઓ આપી, નવા યુગનો પ્રારંભ

રાજકોટ તા.  રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે સૌરાષ્ટ થી ગુજરાતના છેવાડાના જિલ્લાઓ સુધી. જીલ્લા પોલીસ વડા, ib વિભાગ,  વિવિધ મહાનગરોમાં જોઇન્‍ટ અને સ્‍પેશ્‍યલ પોલીસ કમિ., રેન્‍જ વિગેરેનો વિશાળ અનુભવ ધરાવતા ડો. કે. એલ.એન રાવ દ્વારા ચાર્જ લેતા સાથે જ પોતાના અનુભવ આધારે એક સાથે આખા ગુજરાતના જિલ્લા વડા, ig ને એક સાથે સમૂહમાં મળવાને બદલે વન ડે, વન ડિસ્‍ટ્રિક્‍ટ પ્રોગ્રામ અમલમાં મૂકવાના અદભુત કાર્યક્રમની પ્રારંભ વિવિધ રાજ્‍યોની સરહદને સ્‍પર્શતા દાહોદ જીલ્લાથી શરૂ કર્યો છે

રાજ્‍યના પોલીસ વડાશ્રી દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા અને પંચમહાલ રેન્‍જ IG સાથે યોજાયેલા સંવાદમાં વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. જેમાં દાહોદ જિલ્લામાં અસરકારક પોલીસિંગ માટે જરૂરી મહેકમ અને વાહન સંસાધનોની ઉપલબ્‍ધતા અંગે વિગતવાર ચર્ચા કરવાના આવી. તે ઉપરાંત દાહોદ જિલ્લો રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશ સાથે સરહદ ધરાવતો હોવાથી, આંતરરાજ્‍ય ગુનેગારોને ડામવા માટે ઇન્‍ટેલિજન્‍સ શેરિંગ અને સંયુક્‍ત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. એટલું જ નહીં, દાહોદમાં પોલીસ ચોકી અને આઉટપોસ્‍ટનું અપગ્રેડેશન કરવા તેમજ પોલીસ આવાસ અને વિભાગીય ઇમારતોના નિર્માણ માટેના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી. ડિજિટલ પોલીસિંગને વેગ આપવા માટે આઇટી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને કનેક્‍ટિવિટી મજબૂત બનાવવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારી માટે કલ્‍યાણકારી યોજનાઓ તથા પોલીસ લાઇનના બાળકોમાં રમતગમત પ્રત્‍યે રુચિ વધે તે માટે પ્રોત્‍સાહક માળખું તૈયાર કરવા સહિતના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

ડિજિટલ પોલીસિંગને વેગ આપવા માટે આઇટી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને કનેક્‍ટિવિટી મજબૂત બનાવવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારી માટે કલ્‍યાણકારી યોજનાઓ તથા પોલીસ લાઇનના બાળકોમાં રમતગમત પ્રત્‍યે રુચિ વધે તે માટે પ્રોત્‍સાહક માળખું તૈયાર કરવા સહિતના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લાની જરૂરિયાતોના મૂલ્‍યાંકન બાદ, રાજ્‍યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ એ પોલીસ ભવનની સંબંધિત શાખાઓને દાહોદ જિલ્લાની માંગણીઓનું તાત્‍કાલિક પરીક્ષણ કરવા સૂચના આપી છે. જે બાબતોમાં નીતિગત મંજૂરી કે વધારાના બજેટની જરૂરિયાત છે, તેના પ્રસ્‍તાવો ત્‍વરિત ધોરણે ગળહ વિભાગને મોકલવા માટે નિર્દેશ આપવામાં આવ્‍યા છે.

(4:21 PM IST)