હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરમાં નશો કરી નીકળનારા ર૦ અને છરી સાથે ૧૧ શખ્સો પકડાયા
પોલીસની ડ્રાઇવ : ૩૧ શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા.,૧૯ : શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ખુલ્લેઆમ છરી સાથે નીકળનારા ૧૧ અને નશો કરી નીકળનારા ર૦ શખ્સોને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે ડ્રાઇવ યોજી નશો કરી નીકળનારા તેમજ છરી સાથે નીકળનારા ૩૧ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
એ ડીવીઝન પોલીસે જયુબેલી ચોકમાંથી છરી સાથે મયુર તુલશીદાસભાઇ સંચાણીયાને, રામનાથપરા મંદીર પાસેથી નિલેશ ભરતભાઇ પરમાર, વસીમ દિલાવરભાઇ કુરેશીને પકડી લીધા હતા. જયારે હેમુ ગઢવી હોલ પાસે નશો કરી કાર લઇને નીકળેલા જતીન ધીરૂભાઇ જોષીને તથા વિરાણી ચોક પાસેથી જય રવજીભાઇ ખુંટ અને સુરેશ જશવંતરાય અજમેરાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
થોરાળા પોલીસે ભાવનગર રોડ મયુરનગર મફતીયા પરામાંથી છરી સાથે ધર્મેશ જગદીશભાઇ જંજવાડીયાને તથા મધુરમ ઇન્ડસ્ટ્રીઝ શેરી નં. ૪ માં નશો કરી નીકળેલા મહેન્દ્ર બહાદુરભાઇ ધાંધલ, વિહાર જગદીશભાઇ અંકલેશ્વરીયાને પકડી લીધા હતા.
માલવીયા નગર પોલીસે લક્ષ્મીનગરના નાલા પાસેથી છરી સાથે ભાવેશ ગણપતભાઇ મકવાણાને, મવડી પ્લોટ નવલનગર શેરી નં. ૧૮ માંથી મીત સુધીરભાઇ રાજયગુરૂને તથા કાલાવડ રોડ કે.કે.વી. હોલ પાસે નશો કરી એકસેસ લઇને નીકળનારા યશપાલગીરી રમેશગીરી ગોસ્વામીને પકડી લીધા હતા.
તાલુકા પોલીસે પુનીતનગર મટુકી હોટલ નજીક ૮૦ ફુટ રોડ પરથી છરી સાથે મનોજ પ્રેમજીભાઇ સોની, મવડી કણકોટ રોડ વિઠ્ઠલભાઇ રાદડીયા ચોક પાસેથી છરી સાથે દયાસાગર બલભદ્રભાઇ તાંડીને તથા વાવડી ગામ મેઇન રોડ પર નશો કરી બાઇક લઇને નિકળેલા ગણેશ શંકરભાઇ મકવાણાને, ન્યુ દોઢસો ફુટ રીંગ રોડ પર નશો કરી રીક્ષા લઇને નિકળેલા ગણપત પિતાંબરભાઇ રાઠોડને તથા પુનીતનગર પાસેથી રૂા.૧ર૦૦ ના દેશી દારૂ સાથે મનોજ જયેશભાઇ શુકલાને તથા રૂા. ૪૦૦ના દેશી દારૂ સાથે નિરજ અર્જુનભાઇ મંડલને પકડી લીધો હતો.
ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસેથી છરી સાથે રોહન મનસુખભાઇ પોંકીયાને તથા રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે છોટુનગર પાસેથી નશો કરી બાઇક લઇને નિકળેલા અનિલ મહાદેવભાઇ રાજભર, રૈયા રોડ આઝાદ ચોક પાસેથી નશો કરી રીક્ષા લઇને નીકેળલો અશરફ રફીકભાઇ શેખને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
પ્રદ્યુમનનગર પોલીસે જામનગર રોડ સિવિલ હોસ્પીટલના ગેઇટ સામેથી છરી સાથે સાવન અશોકભાઇ સોવશીયાને તથા કીટીપરા પ્રાથમીક શાળા પાસેથી નશો કરી બાઇક લઇ નીકળેલો ધર્મેશ વિનોદરાય વ્યાસ, રેલનગરમાંથી નશો કરી એસેન્ટ કાર લઇને નિકળેલો કલ્પેશ મધુભાઇ શર્માને તેમજ ગાયકવાડી શેરી નં. ૬ પાસેથી રૂા. ૪૦૦ના દેશી દારૂ સાથે શુભમસિંગ ગુલાબસિંગ રાજપુતને, તથા રેલનગરમાં નશો કરી નીકળેલા ભરત રાજેશભાઇ સોલંકી અને હારીત ભારદ્વાજભાઇ શાષાીને પકડી લીધા હતા.
બી ડીવીઝન પોલીસે જુના મોરબી રોડ પર નશો કરી નીકળેલા દિનેશ નાથાભાઇ ચાવડાને તથા ભાવનગર રોડ પાંજરાપોળના પુલ પાસેથી છરી સાથે કિરણ બટુકભાઇ પરમારને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર ટ્રાન્સપોર્ટનગરમાં નશો કરી બાઇક લઇને નિકળેલા વિજય રૂખડભાઇ મુંધવા અને નશો કરી રીક્ષા લઇને નિકળેલા વજુ સગરામભાઇ ધોરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં શાંતીનગરના ગેઇટ પાસે નશો કરી વેગનઆર કાર લઇને નિકળેલા મીહીર હરસુખભાઇ પંડયા તથા કિડની હોસ્પીટલ પાસેથી નશો કરી બાઇક લઇને નીકળેલા નેમચંદ જેનારામ સામરીયાને, રૈયા રોડ શાંતીનગરના ગેઇટ પાસેથી નશો કરી નીકળેલા કિર્તી નવરંગભાઇ જોશીને તથા રૈયા ગામ મફતીયા પરા વંડા પાસેથી રૂા. ૩૦૦૦ના દેશી દારૂ સાથે તેજલ રોહીતભાઇ સાડમીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ભકિતનગર પોલીસે ઢેબર રોડ અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા કાંતા ગેસ ગોડાઉન પાસેથી રૂા. ૧૦૦૦ના દેશી દારૂ સાથે સુનીતા ધનાભાઇ ચુડાસમાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.










