<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટની શ્રી માં ખોડિયાર પ્રાથમિક શાળા નં.૭૬નું આધુનિકરણઃ લોકાર્પણ

ડો. પ્રદ્યુમનભાઈ વાજા (શિક્ષણમંત્રી)ના હસ્‍તે ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા અને શહેર પ્રમુખ ડો.માઘવભાઈ દવેની ઉપસ્‍થિતીમાં ખુલ્લુ મુકાયુ

રાજકોટ તા.૧૯: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્‍તકની શ્રી માં ખોડિયાર પ્રાથમિક શાળા નં. ૭૬ નું ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી આધુનિક સુવિધાથી સજજ નવા બિલ્‍ડીંગનું લોકાર્પણ ડો.પ્રધુમનભાઈ વાજા, શિક્ષણમંત્રી, ગુજરાતના હસ્‍તે રાખવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાઈ વિધાર્થીઓને ઉતમ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે નિર્ધાર કરેલ.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગ્‍ટયથી કરવામાં આવેલ હતી. મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા દ્વારા કરવામાં આવેલ હતું. શિક્ષણમંત્રીએ સરકારની વિવિધ શૈક્ષણીક યોજનાઓથી હાજર પ્રજાજનોને વાકેફ કર્યા હતાં, ધારાસભ્‍ય ઉદય કાનગડે બાળકો વધુ ને વધુ શિક્ષણ મેળવે અને તેમના માતા-પિતાના સ્‍વપ્નો સાકાર કરી તેમનું નામ રોશન કરે તેવી શીખ આપી હતી, શાસનાધિકારી, રાજકોટ રમેશભાઈ જેઠવા મારફત શિક્ષણ સમિતિની શાળાઓ અને તેમાં વિધાર્થીઓને આપવામાં આવતા આધુનિક શિક્ષણની માહિતી પુરી પાડી હતી.

ઉપરોકત કાર્યક્રમમાં માત્ર ધારાસભ્‍યડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથે સદસ્‍ય સંગીતાબેન છાયા, જાગળતિબેન ભાણવડીયા, અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાઘવાણી ખાસ ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમના અંતમાં ઉપસ્‍થિત મહેમાનોનું આભાર દર્શન શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત દ્વારા કરવામાં આવેલ હતું.ગુજરાત સરકાર બાળકોના અભ્‍યાસને લઈ સતત પ્રયત્‍નશીલ રહે છે જેથી ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી નવી શાળાનું નિર્માણ કરવામાં આવેલ. શાળામાં ૧૭ (સતર) વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવેલ. શાળામાં કુલ ૪૫૪ બાળકો અભ્‍યાસ કરે છે. અને હાલ ૧૫ શિક્ષકો કાર્યરત છે. આ તમામ શાળા પરીવારના બાળકો અને શિક્ષકોને શિક્ષણ અનુરૂપ યોગ્‍ય વાતાવરણ મળી રહે તે માટે અંદાજિત કિંમત ૨ કરોડ ૬૩ લાખના ખર્ચે શાળાનુ બાંધકામ કરેલ. કુલ ૧૭(સતર) વર્ગખંડો કોમ્‍પ્‍યુટર લેબ, લાયબ્રેરી, આચાર્ય ખંડ અને પ્રયોગ શાળાની આધુનિક સુવિધા સાથે તૈયાર કરવામાં આવેલ.શાળામાં ગ્રીન બોર્ડ, ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ, કુમાર-કન્‍યા માટે અલાયદી ટોયલેટ વ્‍યવસ્‍થા, શાળાના મેદાનમાં પેવર બ્‍લોક, મધ્‍યાહન ભોજન શેઠ, વિદ્યાર્થીઓના પીવાના પાણીની સુવિધા તેમજ હાથ ધોવાની સુવિધા, કમ્‍પાઉન્‍ડ વોલ સાથે વિકસાવવામાં આવેલ. હાયર સેફટી માટેની તમામ સુવિધાઓ સાથેનુ અધતન બિલ્‍ડીંગ તૈયાર કરી સોંપવામાં આવેલ.

 કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી રમેશભાઈ જેઠવાના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ દ્વારા કામગીરી કરેલ.(

(4:22 PM IST)