<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

બાળકી પર હેવાનીયતના કેસમાં ટુંકા ગાળામાં ફાંસીની સજા, કાનુની કાર્યવાહી સરાહનીય

અન્‍ય કેસોમાં પણ ઝડપ થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા લોકસંસદ વિચાર મંચ અને નારી સુરક્ષા સમિતિની લાગણી

રાજકોટ તા. ૧૯: લોક સંસદ વિચાર મંચના મહિલા અગ્રણીઓ, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના હેમાબેન કક્કડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ફુલાબેન ચૌહાણ, પારુલબેન સિધ્‍ધપુરા, રજનીબેન આસવાણી, પદ્માબા ચૌહાણ, કૈલાશબેન વાઘેલા, પાટડીયા સરલાબેન, સોની ભાવનાબેન જોગીયાની સંયુક્‍ત યાદી જણાવે છે કે ગુજરાતમાં બાળકીઓ સગીરાઓ પર દુષ્‍કર્મની ઘટનામાં ચિંતાજનક વધારો થતો જાય છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે. મહિલા સુરક્ષાના દાવા કરતી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો ને ગુલબાંગો પણ હકીકત અલગ છે.

 મહિલા અત્‍યાચારના ગુનાઓ ડામવા અને બાળકીઓ અને સગીરાઓને સલામતી આપવામાં રાજ્‍ય સરકાર નિષ્‍ફળ નિવડી છે. ગુજરાતમાં દર વર્ષે ૮૫૦૦ થી વધુ મહિલા ને લગતા ગુનાઓ નોંધાય છે. એટલે કે દર મહિને અંદાજે ૭૦૦ ગુના અને રોજિંદા ૨૫ થી વધુ મહિલાને લગતા ગુનાઓ નોંધાય છે. રાજ્‍યમાં વર્ષ ૨૦૧૭માં ૮૧૩૩, વર્ષ ૨૦૧૮માં ૮૩૨૯, વર્ષ ૨૦૧૯ માં ૮૭૯૯, વર્ષ ૨૦૨૦માં  ૮૦૨૮, વર્ષ ૨૦૨૧માં ૭૩૪૮ પોલીસ રેકોર્ડ પર ગુનાઓ નોંધાયા છે. સમગ્ર દેશમાં પણ પાંચેક લાખ ગુનાઓ નોંધાય છે.

દરમિયાન તાજેતરમાં જસદણ પંથકના કાનપર ગામે સાત વર્ષની બાળકી પર દુષ્‍કર્મની ઘટના અને બાળકીના ગુપ્‍તાંગમાં સળીયો ઘુસાડી દેનાર જધન્‍ય અને હેવાનિયત કળત્‍ય આચરવાની ઘટનામાં નરાધમને દાખલા રૂપ સજા મળી છે અને ફાંસીની સજા મળી છે જેને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) આવકારે છે. ૧૧ મા દિવસે જ પોલીસે ચાર્જશીટ મૂકયું, ૩૩ દિવસમાં કેસ પૂરો કરી, ૪૩મા દિવસે આરોપીને ફાંસીના માંચડે લઈ જવામાં મદદરૂપ થનાર સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર અને સરકારી વકીલ અને સરકારને અભિનંદન સાથે આવકારેલ છે. તેમજ  દરેક કેસમાં ઝડપી નિકાલ થાય અને ઝડપથી સજા મળે તો સમાજમાં અપરાધ ઘટી શકે છે. તેમ અંતમાં જણાવ્‍યું છે.

 

(4:23 PM IST)