News of Tuesday, 20th January 2026
પ્રતાપ સ્નેક્સ લિમિટેડ દ્વારા અવધ સ્નેક્સ બ્રાન્ડને નવી ઊંચાઈએ પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

રાજકોટઃ ઇન્દોર, મધ્યપ્રદેશથી કાર્યરત પ્રતાપ સ્નેક્સ લિમિટેડ આજે ભારતની ઝડપથી વિકસતી સંગઠિત સ્નેક્સ કંપની તરીકે ઓળખાય છે. કંપનીની શરૂઆત ૨૦૦૩માં પ્રકાશ સ્નેક્સ તરીકે થઈ હતી અને વર્ષ ૨૦૦૯માં તેને પ્રતાપ સ્નેક્સ લિમિટેડ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવી. આજે પ્રતાપ સ્નેક્સ ‘‘Yellow Diamond'' અને ‘‘Avadh Snacks'' જેવા લોકપ્રિય બ્રાન્ડ્સ દ્વારા દેશભરમાં કરોડો ગ્રાહકોનો વિશ્વાસ જીતતી આવી હોવાનું કંપનીની યાદીમાં જણાવાયું છે.
પ્રતાપ સ્નેક્સ લિમિટેડ દ્વારા Yellow Diamond બ્રાન્ડ અંતર્ગત પોટેટો ચિપ્સ, એક્સ્ટ્રૂડેડ સ્નેક્સ, નમકીન અને ફ્રાયમ્સનું ઉત્પાદન થાય છે, જ્યારે Avadh Snacks બ્રાન્ડ હેઠળ ચિપ્સ, નમકીન, ફ્રાયમ્સ, કેક, એક્સ્ટ્રૂડેડ, કન્ફેક્શનરી સહિત વિવિધ સ્નેક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપની દરરોજ અંદાજે ૧.૨ કરોડ પેકેટ્સનું વેચાણ કરે છે અને દેશભરમાં સ્થિત ૧૫ ઉત્પાદન પ્લાન્ટ દ્વારા ઉત્પાદન ક્ષમતા સતત વધારી રહી હોવાનું પણ જણાવાયું છે.
પ્રતાપ સ્નેક્સ લિમિટેડનું વિતરણ નેટવર્ક પણ ખૂબ મજબૂત છે, જેમાં ૫,૨૦૦થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ જોડાયેલા છે અને અંદાજે ૨૫ લાખ રિટેલ દુકાનો પર કંપનીના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. વાર્ષિક અંદાજે રૂા.૧,૮૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી આ કંપની ભારતના નમકીન સેગમેન્ટમાં ટોચની ૫ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
વર્ષ ૨૦૧૯માં પ્રતાપ સ્નેક્સ લિમિટેડ દ્વારા ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ અવધ સ્નેક્સનું ટેકઓવર કરવામાં આવ્યું હતું. અવધ સ્નેક્સ અતિ આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં મજબૂત ઓળખ ધરાવે છે. અવધ બ્રાન્ડ સાથે હાલમાં ૩૫૦થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ૧,૨૫,૦૦૦થી વધુ રિટેલર્સ જોડાયેલા છે. કંપનીમાં ૨૫૦થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, જેમાં ૧૨૫થી વધુ મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.અવધ બ્રાન્ડના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને વ્યવસાયિક વિસ્તરણ માટે તાજેતરમાં શ્રી કેતનભાઈ તન્નાને બિઝનેસ હેડ (અવધ બ્રાન્ડ) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમની સાથે શ્રી રવિન્દ્ર ભાદુરીયા (બિઝનેસ હેડ સેલ્સ), શ્રી સુનિલ વાઘેલા (રીજનલ સેલ્સ મેનેજર ગુજરાત), શ્રી બટુકભાઈ શિયાળ (સિનિયર સેલ્સ ડેવલોપમેન્ટ મેનેજર) અને શ્રી નવીન યાદવ (પ્રોડક્શન હેડ) પોતાની સેવાઓ આપી રહ્યા છે.
અવધ બ્રાન્ડના સેલ્સ અને બ્રાન્ડની પ્રસિદ્ધિને વધુ વેગ આપવા માટે નમકીન ઉદ્યોગમાં પ્રથમ વખત ૨૦૨૬ના નવા વર્ષની શરૂઆતમાં રિટેલર્સ માટે ભવ્ય ‘‘સ્ક્રેચ એન્ડ વિન ઓફર'' લોન્ચ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ રિટેલર્સ અવધ પ્રોડક્ટ્સની રૂા.૧,૨૦૦ની ખરીદી પર સ્ક્રેચ કૂપન મેળવી શકે છે, જેમાં તાત્કાલિક ગિફટ્સ ઉપરાંત ત્રણ માસિક ડ્રો અને અંતે એક મેગા ડ્રોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના ઇનામો જીતવાની તક મળશે. મેગા ડ્રોમાં પ્રથમ ઇનામ રૂા.૨૧ લાખ રોકડ, બીજું ઇનામ રૂા.૧૧ લાખ રોકડ અને ત્રીજું ઇનામ રૂા.૫ લાખ રોકડ રાખવામાં આવ્યા છે. આ સિવાય અનેક આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે. તેવી કંપનીએ જાહેરાત કરી છે.
કંપનીનું માનવું છે કે રિટેલર્સ જેટલું વધુ અવધ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે, તેટલો વધુ લાભ અને ઇનામો મેળવશે. આ પહેલ દ્વારા અવધ બ્રાન્ડ અને રિટેલર્સ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે.
આ સ્કીમ અંગે વધુ માહિતી માટે ૯૯૦૯૭૭૭૯૭૭ પર સંપર્ક કરી શકાય છે, જ્યારે ટ્રેડ ઇન્ક્વાયરી માટે ૯૫૧૨૪૦૦૩૧૯ પર સંપર્ક કરવા વિનંતી છે. ‘‘અવધ વેચો અને લખાણેલા ઇનામો જીતો''
(11:30 AM IST)










