News of Tuesday, 20th January 2026
હિરાસર એરપોર્ટ પર રર જાન્યુઆરીથી ૩પ૦ મીટર કે તેથી વધુ વિઝિબિલિટી હશે તો પણ ડીપાર્ચર માટે મંજૂરીઃ મહત્વનો નિર્ણય
લો વિઝિબિલિટી પ્રોસિજર રર મીથી અમલમાં: ૩પ૦ મીટર નીચે જશે તો ફલાઇટ ઓપરેશન બંધ રખાશે

રાજકોટ તા. ર૦ :.. શિયાળાની ઋતુમાં પડતા ભારે ધુમ્મસને કારણે ફલાઇટના શિડ્યુલ ખોરવાતા અટકાવવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬થી એરપોર્ટ પર પ્રસ્થાન (Departures) માટે શ્નલો વિઝિબિલિટી પ્રોસિજર (LVP) અમલમાં મૂકવામાં આવશે. આ સંદર્ભે આજે એરપોર્ટના હિતધારકો (Stakeholders) સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ન્સ્ભ્ના અમલીકરણમાં સામેલ વિવિધ એજન્સીઓની ભૂમિકા અને જવાબદારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ધુમ્મસવાળા વાતાવરણમાં એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટવાને કારણે પાઇલટ્સ માટે વિઝ્યુઅલ રેફરન્સ મર્યાદિત બની જાય છે, જે ફલાઇટ ઓપરેશન પર માઠી અસર કરે છે. અત્યાર સુધીના નિયમો મુજબ જો રનવે વિઝ્યુઅલ રેન્જ (RVR) ૫૫૦ મીટરથી ઓછી હોય, તો વિમાન ઉડાન ભરી શકતું નથી.
હવે જ્યારે RVR ૫૫૦ મીટરથી ઓછું પણ ૩૫૦ મીટરથી વધુ હશે, ત્યારે પણ ફલાઇટ ટેક-ઓફ કરી શકશે.જો કોઈ ફલાઇટ લેન્ડિંગ સમયે RVR ૫૫૦ મીટર હોય અને ત્યારબાદ ઘટીને ૪૦૦ મીટર થઈ જાય, તો અગાઉ તે ફલાઇટ વિઝિબિલિટી સુધરે ત્યાં સુધી ઉડાન ભરી શકતી નહોતી.૨૨ જાન્યુઆરીથી ૩૫૦ મીટર કે તેથી વધુ વિઝિબિલિટી હશે તો પણ ડિપાર્ચર માટે મંજૂરી આપવામાં આવશે.જો વિઝિબિલિટી ૩૫૦ મીટરથી નીચે જશે, તો જ ફલાઇટ ઓપરેશન બંધ રાખવામાં આવશે.
RVR એ એક એવું અંતર છે કે જે રનવેની સેન્ટરલાઇન પર રહેલો પાઇલટ રનવેના ર્માકિંગ અથવા તેની લાઇટ્સને સ્પષ્ટ જોઈ શકે. આ વિઝિબિલિટીના આધારે જ સુરક્ષિત ઉડાન અને ઉતરાણના નિર્ણયો લેવામાં આવે છે.આ નવી વ્યવસ્થાથી શિયાળામાં ધુમ્મસને કારણે ંફલાઇટ કેન્સલ થવાની કે મોડી પડવાની સમસ્યામાં મોટી રાહત મળશે અને એરપોર્ટની કાર્યક્ષમતામાં વધારો થશે.
(11:41 AM IST)










