તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 20th January 2026
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીતમાં હિરેન ઘેલાણીનો સિંહફાળો : વ્યુહાત્મક આયોજન
પરંપરાગત આયોજનથી નવીન ટેકનોલોજી આધારિત અને સંગઠનાત્મક વ્યુહરચનાની નવી પરિભાષા રજુ કરી

રાજકોટ : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો જબ્બર વિજય થયો છે. જેમાં હિરેન ઘેલાણીનું વ્યુહાત્મક આયોજન સફળ રહ્યું હતું. આ અંગે માહિતી આપવા તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
તેઓએ જણાવેલ કે ઇલેકશન સ્ટ્રેટેજી પ્લાનિંગ - બ્રિહૅન મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન, નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન, થાને, વસઇ વિરાર, પુણે તેમજ પિમ્પ્રી, ચિંચવાડ જેવી મુખ્ય મહાનગરપાલિકાઓમાં સ્ટ્રેટેજી પ્લાનીંગ સફળતાપૂર્વક ઇમ્પલમેન્ટ કર્યું. જેમકે બ્રિહૅન મુંબઇ મહાનગરપાલિકાની સ્ટ્રેટેજીના ભાગરૂપે મુંબઇના રર૬ વોર્ડ અને જેમાં આવનારા ૧,૦૩,૪૪,૩૧૬ વોટર્સની વચ્ચેની કળી એટલે કે ૧૦,૦૦૦ + બૂથ પ્રમુખોને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ બીજેપી વિંગ્સ પર લઇ આવી હર એક બૂથ પ્રમુખને તેમની નીચે આવતા હર એક વોટરને મળવાની જવાબદારીને સાકાર કરતી વ્યુહરચનાની મિસાલ આપી અને મિસાલ મહારાષ્ટ્રની ભવ્ય જીતમાં તબદીલ થઇ હતી.
ડો. હિરેન ઘેલાણી જણાવે છે કે ૬ થી વધુ રાજયોમાં મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો, ધારાસભ્ય તથા ટોપ મેનેજમેન્ટ સાથે રહીને ચૂંટણી વ્યુહરચના તૈયાર કરી અને તેનું સફળ અમલ કર્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રની તમામ ૪૮ બેઠકો પર ઇલેકશન સ્ટ્રેટેજિક પ્લાનીંગ પૂર્ણ કર્યા બાદ, મારી કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ચૂંટણી ર૦ર૪ ની મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી. જેને તેમણે સંપૂર્ણ આયોજન, ડેટા આધારિત અભિગમ અને ગ્રાઉન્ડ લેવલ સુધીના અસરકારક ઇમ્પ્લેમેન્ટેશન દ્વારા સફળતાપૂર્વક પાર પાડી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે પરંપરાગત આયોજનથી આગળ વધી નવીન ટેકનોલોજી આધારિત અને સંગઠનાત્મક વ્યુહરચનાની એક નવી પરિભાષા રજુ કરી હોવાનું અંતમાં જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી માટે મો. ૯૦૮૧૦૯૪૯૪૮ ઉપર સંપર્ક કરવો. (તસ્વીર અભિજીત બગથરીયા)
(11:48 AM IST)










