<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

વીરદાદા જશરાજની પુણ્‍યતિથિ નિમિતે કાલે રાજભા ગઢવી, ઉદયભાઇ ધાંધલ અને ભરતદાન ગઢવીનો લોકડાયરો

માત્ર ગીતો જ નહિ, વીરદાદા જશરાજનો ઇતિહાસ, જીવનના પ્રેરક પ્રસંગો પણ વર્ણવાશે : રેસકોર્ષના મેદાનમાં ભવ્‍ય આયોજન : લોકડાયરામાં થયેલ આવક ગોૈશાળામાં વાપરવામાં આવશેઃ મહારક્‍તદાન કેમ્‍પમાં રક્‍તની ૨૦૦થી વધુ બોટલ એકત્ર થશે : સનાતનપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટ તથા રઘુવંશી શોૈર્ય સંગઠન-રાજકોટ દ્વારા ગોૈસેવાના લાભાર્થે ભવ્‍ય લોકડાયરો અને મહા બ્‍લડ ડોનેશન કેમપનું આયોજન આવતી કાલે તા. ૨૧ના કરવામાં આવેલ છે.

વીરદાદા જશરાજજીની ૯૬૮મી પુણ્‍યતિથીએ રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં રાજભા ગઢવી અને ઉદયભાઇ ધાંધલ તેમજ  ભરતદાન ગઢવી દ્વારા તા.૨૧, બુધવારે રાત્રે-૮ વાગ્‍યાથીલોકડાયરાની જમાવટ કરશે.  નાથાણી બ્‍લડ બેંકના સથવારે મહા રક્‍તદાનનું પણ આયોજન કરેલ છે.

આ ડાયરાની વિશેષતાઓ એ છે કે કલાકારો દ્વારા માત્ર ગીતો જ નહીં પણ વીરદાદા જશરાજજીનો ઇતિહાસ, જીવનના પ્રેરક પ્રસંગો ગોૈરક્ષાના દુહા-છંદની રમઝટ બોલાવશે.

આ  કાર્યક્રમમાં એકત્ર થનાર ભંડોળ રાજકોટની વિવિધ ગોૈશાળાઓમાં વાપરવામાં આવશે. મયુર નથવાણી (મો. ૭૯૯૯૯૯૯૮૫૦) અને નિરવ રાયચુરા (મો.૭૬૯૮૫૦૮૦૮૦)ના નેતૃત્‍વમાં ૧૩૦ સ્‍વયં સેવકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રંગીલા રાજકોટની સનાતન પ્રેમી, હિન્‍દુત્‍વપ્રેમી, ગોૈપ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં મહુલભાઇ નથવાણી, મયુર નથવાણી, નિરવ રાયચુરા, રૂષી ગણાત્રા, હેમલભાઇ વિઠલાણી, જતીનભાઇ ઉનડકટ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)                    

(2:21 PM IST)