<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

નવાગામનો રૂષભ ચોટીલાથી ગાંજો લાવી વેંચવા માટે ગ્રાહક શોધતો'તો પણ એસઓજીનો ભેટો થઇ ગયો

શક્‍તિ સોસાયટીના ખુણેથી ૭૨ હજારના ગાંજા સાથે પકડી લેવાયોઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ ઇન્‍દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં માદક પદાર્થનો આ વર્ષનો પહેલો કેસ જીવતા રહેવું હોય તો અમે કહીએ તેમજ રહેવાનું કહી તેજલ વોરાને પાડોશીની ધમકી રૈયા ધાર ઇન્‍દીરાનગરમાં બનાવઃ યુવતીની યુનિવર્સિટી પોલીસમાં કરણ ઉર્ફે કૌશલ સામે ફરિયાદ

 

રાજકોટ તા. ર૦: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં યુવતીના ઘરે જઇ આ જ વિસ્‍તારમાં રહેતા શખસે યુવતીના ભાઇ અને પરિવારના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, તમારે જીવતા રહેવું હોય તો અહીં અમે કહીએ એમ જ રહેવાનું અને અહીં અમારું જ ચાલશે. જેથી આ અંગે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના રૈયાધાર ઇન્‍દિરાનગર વિસ્‍તારમાં રાધિકા પાનની સામે રહેતી તેજલ પ્રવીણભાઈ વોરા (ઉ.વ.૨૩) નામની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કરણ ઉર્ફે કૌશલ નીતિનભાઈ મકવાણા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેને બે ભાઈ છે જેમાં સૌથી મોટો ભાવેશ તેનાથી નાનો સચિન છે. મોટાભાઈના લગ્ન થઈ ગયા હોવાથી તે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે પરિવાર સાથે રહે છે. યુવતી તથા તેનો ભાઈ સચિન અહીં પિતા સાથે રહે છે.

 ગઈ તા. ૧૫/૧ ના બપોરે તે ઘરે એકલી હતી ત્‍યારે શેરીમાં રહેતા કરણ ઉર્ફે કૌશલ મકવાણા ઘરની ડેલીએ આવી દરવાજો જોર જોરથી ખખડવા લાગ્‍યો હતો અને રાડો પાડવા લાગ્‍યો હતો ભાવેશ કયાં છે? બહાર આવ તેવી રાડો પાડતો હતો. જેથી યુવતી બહાર જતાં કહેવા લાગ્‍યો હતો કે, તારા ભાઈઓ મારા પિતા સાથે કેમ ઝઘડો કરે છે? તેમ કહી ખોટા આક્ષેપો કરી ઘરની બહાર ડેલી પાસે ગાળો બોલતો હતો અને કહેતો હતો કે, તારા ભાઈઓને કહી દેજે સીધા રહે નહીંતર હું તારા ભાઈઓ અને તમારા બધાના ટાંટિયા ભાંગી નાખીશ. તમારે જીવતા રહેવું હોય તો અહીં અમે કહીએ એમ જ રહેવાનું અને અહીં અમારું જ ચાલશે તેમ કહી ધમકી આપી હતી. જેથી આ અંગે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ પર કરણ ઉર્ફે કૌશલને વોરા બંધુ સાથે માથાકૂટ થઈ હતી અને તેને માર મારવામાં આવ્‍યો હતો. જે અંગે તેણે અલગ અલગ બે ફરિયાદો નોંધાવી હતી. ત્‍યારે હવે કૌશલ સામે વોરા બંધુની બહેને વળતી ફરિયાદ નોંધાવી છે.

(2:27 PM IST)