તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 20th January 2026
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે રૂા.૯૬ હજાર દારૂ ભરેલી કાર સાથે પ્રકાશ પકડાયો
પીસીબીના એ.એસ. આઇ. મયુરભાઇ પાલરીયા, હેડ કોન્સ. વિજયભાઇ મેતા અને કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમીઃ દારૂ તથા કાર મળી રૂા. ૩.૯૬ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટઃ તા.ર૦, દોઢસો ફૂટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ રૂા.૯૬ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઉભો હોવાની પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, હેડ કોન્સ. વિજયભાઇ મેતા અને કોન્સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી કારમાંથી રૂા. ૯૬૭૬૮ ની કિંમતની વિદેશી દારૂની ૩૩૬ બોટલ સાથે કોન્ટ્રકટર પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) (રહે. દોઢસો ફૂટ રીંગ રોડ, આસ્થા ચોકડી પાસે, આંબેડકરનગર શેરી નં. ૩) ને પકડી લઇ વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી રૂા. ૩,૯૬,૭૬૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પી.આઇ.એમ. આર. ગોંડલીયા, એમ.જે. લુકાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ. કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
(2:28 PM IST)










